રાજકોટ જિલ્લા પંચાયતના ૧૧ ડોક્ટરો વગર રજાએ લાંબા સમયથી ગેરહાજર

  • December 28, 2023 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના મોટીમારડ વિંછીયા કુવાડવા કોલીથળ ભાયાવદર લોધીકા અને જલારામ વિરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રના ૧૧ જેટલા ડોક્ટરો છેલ્લા લાંબા સમયથી મનસ્વી રીતે કોઈની પરવાનગી કે મંજૂરી લીધા વગર બિનઅધિકૃત રીતે રજા પર ઉતરી જતા ભારે દેકારો બોલી ગયો છે .આ તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ગેરહાજરીના કારણે દર્દીઓ પારાવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમુક ડોક્ટરો તો ૧૨ સપ્ટેમ્બરથી જોવા મળ્યા નથી.
​​​​​​​
જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ મોટીમારડમાં જે.આર.બાલચંદાણી, કૃપાલી ભુવા, વિછીયામાં ટી.કે.ભરડવા, આર. એ. બેરાણી, કુવાડવામાં જૈનીશ કદોદરા, કોલીથડમાં પી.સી.સાપોવાડીયા, ભાયાવદરમાં એ.પી.રૈયાણી, લોધિકામાં ધ્રુવન હિરપરા, રૂત્વી શિંગાળા અને વીરપુર જલારામમાં એચ. જી. મૃગ, ધ્રુવેશ બાબરિયાનો સમાવેશ થાય છે. આ તમામ ડોક્ટરોને બિનઅધિકૃત રીતે અને બિન પગારી રજા પર ઉતરી જવાના મામલે નોટિસ આપવામાં આવી છે. આ અંગેની જાણ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના કમિશનર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સંબંધિત સત્તાવાળાઓને પણ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે રજા મંજૂર કર્યા વગર મનસ્વી રીતે રજા પર ઉતરી જવાની આ ઘટના ગંભીર છે. આરોગ્ય સેવાઓની કામગીરી નિયમિત અને સુચારુ રીતે થાય તે માટે તબીબી અધિકારી તરીકે પોતાની ફરજ મુખ્ય મથક ખાતે હાજર રહી બજાવે તે જરૂરી છે. ડોક્ટરો પોતાની રીતે કોઈની પરવાનગી લીધા વગર કે રજા મંજૂર કરાવ્યા વગર ગેરહાજર રહે તે વ્યાજબી નથી. આ પ્રકારની સ્થિતિના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ખૂબ હેરાનગતિ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application