૧૧ કરોડના બદનક્ષીના દાવામાં સૌ.યુનિના .કુલપતિ-રજીસ્ટ્રારને કોર્ટનું તેડુ

  • April 25, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેપર લીક કેસ મામલે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના નેહલ શુકલએ સિવિલ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો: આગાઉ માનહાની બદલ જાહેરમાં માંફી માંગવા જણાવેલ પરંતુ કોઇ પ્રતિઉત્તર ન આપતા દાવો દાખલ કર્યો



સૌરાષ્ટ્રના જાણીતા એચ.એન. શુક્લા ગ્રુપ કોલેજિસના સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપર લીક કરવાનો યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ અને ઇન્ચાર્જ રજીસ્ટર દ્વારા મીડિયા સમક્ષ કરેલા આક્ષેપોથી એચ.એન.શુક્લા અને તેના સંચાલક નેહલભાઈ શુકલની પ્રતિષ્ઠા અને હાની પહોંચાડી કોલેજને બદનામ કરવાના પ્રયાસ બદલ સંચાલક નેહલભાઈ શુકલ દ્વારા બંનેને નુકસાની વળતર અને મીડિયા મારફતે જાહેરમાં માફી માંગવાનું જણાવ્યું હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદારો દ્વારા કોઈ ખુલાસો કે માફી માંગવામાં ન આવતા અંતે નેહલભાઈ શુકલ દ્વારા સિવિલ કોર્ટમાં બંને સામે રૂપિયા 11 કરોડનો દાવો દાખલ કરતા અદાલતે દાવો એડમિટ કરી બદનક્ષીના કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણી અને ઇન્ચાર્જ રજીસ્ટર અમિતભાઈ પારેખને આગામી મુદતે હાજર રહેવા નોટિસ ઇસ્યુ કરી છે.




સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એચ.એન.શુકલા કોલેજ પરીક્ષા સેન્ટર હોવાથી સીલ બંધ હાલતમા પેપરો મોકલવામા આવેલા હતા અને કોલેજના અધિકારીએ પેપર સીલ બંધ હાલતમાં સ્વીકારીને અને કોલેજના લોક૨મા મુકી અને જીગરભાઈને પેપર પરત કરવાની સુચના આપેલી હતી. કોલેજના કર્મચારીએ સીલ બંધ પેપર લોકરમાંથી કાઢી અને સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીને સીલબંધ હાલતમાં પરત કરી દીધેલા હતા.




એચ.એન.શુકલના સેન્ટર પર બી.બી.એ. સેમ. પાંચનું ડાયરેક્ટ ટેક્ષીસ વિષયનું પેપર તા.૧૨ ઓકટોબર ૨૦૨૨ના રોજ અને બી.કોમ. સેમ—પાંચનું એ ડીટીંગ એન્ડ કોર્પોરેટ ગર્વનન્સનું પેપર તારીખ ૧૩ ઓકટોબ૨, ૨૦૨૨ના રોજનું કોલેજ તરફથી લીક થયું છે. તેવો આક્ષેપ કોલેજના કર્મચારી ઉપર લગાવી એચ.એન શુકલ કોલેજ અને નેહલભાઈ શુક્લની ગરીમાં, પ્રતિષ્ઠા અને આબરૂને હાની પહોચાડવાનું કૃત્ય .ગીરીશભાઈ ભીમાણી અને અમીતભાઈ એસ.પારેખ દ્વારા કરવામાં આવ્યું છે.


બાદ એચ.એન.શુક્લ ગૃપ ઓફ કોલેજીસના જવાબદાર પ્રતિનીધી તરીકે નેહલભાઈ શુકલએ જવાબદાર અધિકારીઓ સામે બદનક્ષી બદલ તા.૦૬/૦૨/૨૩ના રોજ કાનુની નોટીસ આપેલી હતી. નોટીસ મળ્યેથી દિવસ-૧૫ મા પ્રતીવાદીઓ દ્વા૨ા નેહલભાઈ શુકલ તથા કોલેજ સંબંધી જે ખોટા સમાચારો પ્રસિધ્ધ કરાવેલા છે તે પેટે ડો.ગીરીશભાઈ ભીમાણી સામે રૂપિયા છ કરોડ અને અમીતભાઈ એસ. પારેખ સામે રૂપિયા પાંચ કરોડની બદનક્ષી કરવા બદલ નુકશાન વળતરની માંગણી કરવામાં આવેલી . એચ.એન.શુકલ કોલેજ તથા નેહલભાઈ શુકલની પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયા મારફત જાહેરમાં માફી માંગવા જણાવેલું હતું. તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદાર અધિકારી દ્વારા કોઈ ખુલાસો કે માફી માંગવામાં ન આવતા નેહલભાઈ શુકલ ધ્વારા સીવીલ કોર્ટમાં બદનક્ષી થયાનો દાવો દાખલ કરતા કોર્ટે પુરાવાઓને આધારે ડો.ગીરીશભાઈ ભીમાણી તથા અમીતભાઈ એસ પારેખ સામે કોર્ટમાં હાજર રહેવા માટે નોટીસ ઇસ્યુ કરેલીછે.આ કામે ડો. નેહલ શુંકલ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ તરફથી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારધ્વાજ, કલ્પેશ નસીત, સુમીત વોરા, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી વિગેરે રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application