પાકિસ્તાનના કરાચીમાં એક શોપિંગ કોમ્પ્લેકસમાં જાન્યુઆરીમાં આગ ભભૂકી હતી અને તેમાં આવેલી બધી દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ હતી તેમજ ૭૨ લોકોના જીવ ગયા હતા અને ૮ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં તપાસમાં આરોપી તરીકે એક તણને પણ જોડવામાં આવ્યો છે. જે આ કોમ્પ્લેકસમાં આવેલી કૃત્રિમ ફલોની દુકાનમાં બાકસથી રમત કરતો હતો અને આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. જેના પગલે હવે આ તણ સામે પણ કેસ ચાલશે.૧૭ જાન્યુઆરીએ કરાચીના સદ્દર કોમર્શિયલ વિસ્તારમાં એમ.એ. જિન્નાહ રોડ પર આવેલા ગુલ પ્લાઝા શોપિંગ કોમ્પ્લેકસમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં ફાયર ફાઇટર અને બચાવ ટીમોને એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો.દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ૧૧ વર્ષના છોકરા, તેના પિતા અને અન્ય ચાર લોકોના નામ આરોપી તરીકે છે. આગ લાગ્યા પછીથી બધા આરોપીઓ ફરાર છે.
બાળક સામે પણ કોર્ટમાં કેસ ચલાવાશે
જિલ્લા સરકારી વકીલ અબ્દુલ રઝાક ગુરે જણાવ્યું હતું કે ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા અન્ય આરોપીઓ સાથે બાળક પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અન્ય આરોપીઓમાં ગુલ પ્લાઝા મેનેજમેન્ટ કમિટીના સભ્યો તનવીર પાસ્તા, અમર ઇસ્માઇલ, મોહમ્મદ રમઝાન અને મોહમ્મદ અમીનનો સમાવેશ થાય છે.તપાસ અધિકારીએ ચાર્જશીટમાં ૪૨ ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદી આપી હતી. ચાર્જશીટ મુજબ, આગમાં ૭૨ લોકો મૃત્યુ પામ્યા હતા, આઠ અન્ય ઘાયલ થયા હતા અને ૧,૧૫૩ દુકાનો નાશ પામી હતી. ગુરે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરી રહેલા ન્યાયિક પંચનો અહેવાલ પછીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, અનેક ફરિયાદ પક્ષના સાક્ષીઓએ પહેલાથી જ તેમના નિવેદનો નોંધ્યા છે. તેમાંથી, ૧૩ વર્ષના બાળકે જણાવ્યું હતું કે તે ગુલ પ્લાઝામાં તેના મિત્રની દુકાનમાં હતો, ત્યારે દુકાનમાં અચાનક આગ લાગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application