મહાપાલિકા દ્રારા કાલે ઉપલાકાંઠે ૧૦માં તબક્કાનો સેવા સેતુ કેમ્પ

  • September 23, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા આવતીકાલે ઉપલાકાંઠે ૧૦મા સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં લોક પ્રશ્નો સ્થળ ઉપર ઉકેલાશે. ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે દીપ પ્રાગટય કરી સેવા સેતુ કેમ્પ ખુલો મુકાશે. નાગરિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.વાજપેયી ઓડિટોરિયમમાં સવારે ૯ કલાકેથી પ્રારભં થશે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે, તેવા શુભ હેતુથી રાય સરકારશ્રી દ્રારા વિશેષ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્ર્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દસમાં તબક્કાનો સેવા સેતુ કેમ્પનુ આવતીકાલ તા.૨૪ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે, ઇસ્ટ ઝોનમાં આવેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનું દિપ પ્રાગટ વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરી ખુલ્લો મુકવામાં આવશે. આ કેમ્પમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે.
આ સેવા સેતુ કેમ્પમાં કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ પાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી–કર્મચારી, સરકારશ્રીની વિવિધ કચેરીના અધિકારી–કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

આ દસમાં તબક્કાના સેવા સેતુ કેમ્પ માં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ–બસ સેવા, અમૃત યોજના, પી.એમ. ઉવલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, રેશનકાર્ડ સુધારા, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, કુંવરબાઈનું મામેં યોજના, વરિ નાગરિકતા પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડકશ્રી મનિષભાઈ રાડીયાએ નાગરિકોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી સેવા સેતુ કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ પર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તત્રં ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર હોઈ, આ તકે નાગરિકોને વધુને વધુ સેવાઓનો લાભ લેવા અનુરોધ અને અપીલ કરેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News