108 એક્શન મોડમાં : રાજકોટમાં હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે 42 જેટલી એમ્બ્યુલન્સ સાથે 220 જેટલા કર્મીઓ તૈનાત

  • March 07, 2023 06:46 PM 

હોળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં હોળીના દિવસે 7% જેટલો ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. તેમજ ધુળેટીમાં 18% જેટલો વધારો નોંધાય છે. હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અક્સ્માત થવાની ઈમરજન્સી, મારામારી થવાની ઈમરજન્સી, પાણીમાં ડૂબી જવાની ઈમરજન્સી, પડી જવા અને વાગવાની ઈમરજન્સી તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ એક્શન મોડમાં કાર્ય કરશે.



108 ઈમરજન્સી સેવાની 42 જેટલી એમ્બ્યુલન્સ તેના 220 જેટલા આરોગ્યકર્મીઓ પોતાના કાર્ય સ્થળ પર રહી લોકોના જીવ બચાવવા માટે તૈયાર અને તૈનાત રહેશે.



ઉલ્લેખનીય છે કે, લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હશે ત્યારે ફરજ ઉપર તૈનાત રહેનાર આરોગ્યકર્મીઓએ પોતાના કાર્ય સ્થળ ઉપર રહીને જ કાર્યરત રહેવાના હોવાથી 108 ઈમરજન્સી સેવાના આરોગ્યકર્મીઓએ તહેવાર પહેલા જ પોતાના કાર્ય સ્થળ પર જ એકબીજાને રંગ લગાવી ધુળેટીનાં પાવન પર્વની ઉજવણી કરી લોકોનો જીવ બચાવવા સંકલ્પ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application