સોલાર મોડૂલ–સેલ ક્ષેત્રે રાજકોટની વધુ એક કંપનીના ૧૦૨૦ કરોડના એમઓયુ

  • January 12, 2024 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ–૨૦૨૪નો પ્રારભં થઈ ગયો છે અને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે દેશ–વિદેશના ઉધોગકારો આતુર છે, ત્યારે રીન્યૂએબલ એનજીર્ના ક્ષેત્રે સોલાર મોડૂલ અને સોલાર સેલ લાઈન ઉત્પાદન માટે રાજકોટની પિકસોન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્રારા પિયા ૧૦૨૦ કરોડના સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) સાઈન કરી દેવામાં આવ્યા છે. આ પ્રોજેકટ સાકાર થતાં ૧૦૦૦થી વધુ લોકોને રોજગારી મળશે તેવી સંભાવના છે. આમ, સૌર ઊર્જા સંલ ક્ષેત્રે રાજકોટની વધુ એક કંપની માતબર રોકાણના પ્રોજેકટ માટે આગળ આવી છે.

રાજકોટના મારવાડી ગ્રૂપના વેન્ચર, પિકસોન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ફાયનાન્શીયલ હેડ ડોલી પુનવાનીએ આ અંગે જણાવ્યું હતું કે, સોલાર મોડૂલ અને સોલાર સેલ લાઈન મેન્યુફેકચરિંગ યૂનિટ માટે ગુજરાત સરકાર સાથે પિયા ૧૦૨૦ કરોડના એમ.ઓ.યુ. અમારી કંપનીએ કર્યા છે. આ પ્રોજેકટ આગામી બેથી ત્રણ વર્ષમાં જ શ કરી દેવાનું આયોજન અને તૈયારીઓ છે. નવા પ્રોજેકટમાં સોલાર મોડૂલ લાઈન અને સોલાર સેલ લાઈન ઉત્પાદન કરવાનું આયોજન છે.

તેમણે કહ્યું હતું કે, હાલમાં પણ રાજકોટમાં જામનગર હાઇવે પર પિકસોન ગ્રીન એનજીર્ના એક ગીગાવોટની ક્ષમતાવાળા પ્લાન્ટમાં સોલાર પેનલ મેન્યુફેકચરિંગ તથા ઈ.વી.એ.નું ઉત્પાદન થઈ જ રહ્યું છે. નવા એક ગીગાવોટની ક્ષમતાવાળા પ્રોજેકટ અંતર્ગત સોલાર પેનલનું ઉત્પાદન વર્તમાન યૂનિટમાં જ કરવામાં આવશે. યારે સોલાર સેલ લાઈન માટે નવી જગ્યાએ ઉત્પાદન યૂનિટ શ કરવામાં આવશે. આ માટે જમીન પસંદગી સહિતની પ્રક્રિયાઓ પ્રગતિ હેઠળ છે. નવો પ્રોજેકટ પૂર્ણ થતાં પ્રત્યક્ષ રીતે ૧૦૫૦ લોકોને રોજગારી મળશે તેવો અંદાજ છે.

તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં પિયા ૧૦૨૦ કરોડના એમ.ઓ.યુ. કર્યા છે, પરંતુ ભવિષ્યમાં પ્રોજેકટ પૂર્ણ થશે ત્યારે રોકાણની રકમ એમ.ઓ.યુ. કરતાં પણ વધી જાય તેવી સંભાવના છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ, તાજેતરમાં એમ.ઓ.યુ. સાઈનિંગ સેરેમની વખતે આ એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેયુ હતું.

ઉલ્લેખનીય છે કે, રીન્યૂએબલ એનજીર્ના ક્ષેત્રમાં જે લોકો સોલાર એનર્જી ઉત્પાદન કરે છે કે સોલાર ઊર્જા ઉત્પન્ન કરવા જઈ રહ્યા છે, તેમના માટે સોલાર મોડૂલ તથા સોલાર સેલ લાઈન અનિવાર્ય છે. સોલાર એનજીનુ ક્ષેત્ર વિકસી રહ્યું છે ત્યારે આ બંને પ્રોડકટની માગ સતત વધવાની છે. ગુજરાત સરકારે અમલી બનાવેલી ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલિસી ૨૦૨૩ અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતમાં વીજ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો રીન્યૂએબલ એનજીમાથી મેળવવાનો લયાંક રાખવામાં આવ્યો છે, ત્યારે રાજકોટની વધુ એક કંપની કલીન, ગ્રીન ઊર્જાના ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા આગળ આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News