રાજકોટમાં ઉનાળામાં ઝાડા-ઉલ્ટીના એક અઠવાડિયામાં 101 કેસ, ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા

  • May 22, 2023 03:57 PM 

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના બે કેસ મળ્યા છે, જ્યારે તાવના ૨૯ કેસ અને ઝાડ-ઉલ્ટીના ૧૦૧ કેસ તેમજ શરદી-ઉધરસના ૧૮૮ કેસ મળ્યાનું મ્યુનિ.વિકલી એપેડમિક રિપોર્ટમાં જાહેર કરાયુ છે.


મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે મચ્છરનો ઉપદ્રવ વધતા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૮૨ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ , વાડી ,પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૯૪ અને કોર્મશીયલ ૫૩ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application