ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન આમ તો અત્ર, તત્ર, સર્વત્ર જેવો છે રાજયના ચાર મહાનગરોમાં ટ્રાફિક સમસ્યા વધુ પેચિદી છે. દિવસો દિવસ વધી રહેલી જનસંખ્યા અને વાહનોના વધારાને લઈને આ સમસ્યા વકરવા તરફ છે. લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મહદઅંશે મુકિત મળે તે દિશામાં રાજય સરકાર દ્રારા આ બજેટમાં જોગવાઈ ઉપલબ્ધ કરાઈ છે.
ગૃહવિભાગને ફાળવાયેલા નાણાઓ પૈકી ૫૭ કરોડ રૂપિયા રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં ૧,૦૦૦ નવી ટ્રાફિક પોલીસની જગ્યા માટે ખર્ચવામાં આવશે.
રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ આ ચાર મહાનગરોમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે સુગમ યોજના હેઠળ નાણા ફાળવાયા છે.
હાલ આ ચારેય મહાનગરોમાં જે ટ્રાફિક અધિકારીઓથી લઈ કર્મચારીઓ કાર્યરત છે તેમાં સ્ટાફમાં વધારો થાય તો ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી રીતે જળવાઈ શકે તેવા હેતુસર માત્ર ટ્રાફિક વ્યવસ્થા માટે જ ૧,૦૦૦ પોલીસની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે અને આ ૧૦૦૦ નવા સ્ટાફની ચારેય મહાનગરોમાં જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech