રાજકોટ માર્કેટ યાર્ડમાં ૧૦૦૦ ગુણી મગફળી, ૭૦૦ મણ કપાસની આવક

  • September 16, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળીની ૧૦૦૦ ગુણી અને નવા કપાસની ૭૦૦ મણની આવક થઇ હતી, ચાલુ વર્ષે નવી જણસીની આવકો એક મહિનો વહેલી શ થઇ છે.મગફળી અને કપાસની આવકો ઉત્તરોત્તર વધી રહી છે અને આજે તો ચાલુ માસની સર્વાધિક આવક થઇ હતી. સામાન્ય રીતે યાર્ડમાં નવરાત્રીથી નવી મગફળી અને કપાસ આવકો શ થતી હોય છે અને દશેરાના શુભ મુહર્તથી ઓઇલ મિલો અને જિનિંગ મિલો ધમધમતી થાય છે પરંતુ આ વર્ષે સિઝન એક મહિનો વહેલી શ થઇ છે તેમ રાજકોટ યાર્ડના ઇન્સ્પેકટર કેતનભાઇ ઝાલાવડીયાએ જણાવ્યું હતું.રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી એ જણાવ્યું હતું કે આજે નવી મગફળીની ૧૦૦૦ ગુણીની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૮૫૦થી ૧૧૫૦ સુધી રહ્યો હતો. યારે નવા કપાસમાં ૭૦૦ મણની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૧૪૦૦થી ૧૫૫૦ સુધી રહ્યો હતો. યારે ટોપ કવોલિટીના નવા કપાસમાં અમુક સોદા .૧૬૦૦ના ભાવે પણ થયા હતા. આગામી દિવસોમાં કપાસ અને મગફળીની આવક હવે ઉત્તરોતર વધતી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application