કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો

  • August 01, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉડ્ડયન ઇંધણ મોંઘુ થયું: સદા આઠ ટકાનો વધારો કરાયો


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું રાંધણ ગેસના દરો યથાવત રાખીને કોમર્શિયલ એલપીજીના ભાવમાં ફેરફાર કર્યા છે. કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડર બંને માટે માસિક રિવિઝન દર મહિનાના પહેલા દિવસે થાય છે, નવા દરો 1 જૂનથી અમલમાં આવે છે. નવા આદેશ મુજબ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજીગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 1 ઓગસ્ટથી 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.



દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની છૂટક કિંમત આજથી 1,680 રૂપિયા થશે. કોલકાતા અને મુંબઈમાં 19 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરની છૂટક કિંમત આજથી અનુક્રમે રૂ. 1,802.50 અને રૂ. 1,640.50 હશે.



સ્થાનિક વેરાના આધારે સ્થાનિક રાંધણ ગેસના ભાવ રાજ્ય-રાજ્યમાં બદલાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્થાનિક એલપીજીના ભાવને અસર કરે છે. 19 કિલોના એલપીજી સિલિન્ડરના દરમાં છેલ્લે 4 જુલાઈના રોજ સુધારો કરવામાં આવ્યો હતો.


દરમિયાન, ઇન્ડિયન ઓઈલઈ એ પણ એવિએશન ટર્બાઇન ઇંધણ ના ભાવમાં જુલાઈથી 8.5 ટકાનો વધારો કર્યો છે, જે 1 ઓગસ્ટથી અમલમાં છે. મુંબઈ અને દિલ્હીમાં સ્થાનિક એરલાઈન્સ માટે એટીએફના ભાવ અનુક્રમે રૂ. 92,124.13 પ્રતિ કિલો લીટર (૧૦૦૦ લીટર) અને રૂ. 98,508.26 પ્રતિ કિલોલીટર હશે અને 1 ઓગસ્ટથી લાગુ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application