જામનગરમાં લાંબા સમય બાદ ૧૦૦ ટકા ભેજ : અસહ્ય બફારો

  • July 07, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત છઠ્ઠા દિવસે જામનગરમાં ગરમીથી લોકો કંટાળ્યા: ગામડાના જનજીવન પર ભારે અસર

જામનગર શહેરમાં આજ સવારથી જ મેઘરાજાનું દે ધનાધન શરુ થઇ ચૂકયું છે, આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે, શનિવારે જામનગર જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયો છે ત્યારે સતત છઠ્ઠા દિવસે પણ અસહ્ય ગરમીથી લોકો કંટાળી ગયા છે, લાંબા સમય બાદ ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા થઇ જતાં લોકો ગરમીથી રહી શકતા નથી, એસી અને પંખા પણ ગરમીથી બચવા ટુકા પડે છે, હાલારના ગામડાઓમાં ભારે ગરમી પડવાથી ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ વધારો થયો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૪ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૫.૫ ડીગ્રી, હવામાં ભેજ ૧૦૦ ટકા અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે ત્યારે કેટલાક ગામડાઓમાં વાદળા ઘનઘોર છવાયા છે અને ધીમી ધારે વરસાદ શરુ થઇ ચૂકયો છે ભેજ પણ વધતા લોકો ગરમીથી અકળાઇ ગયા છે અને ગઇકાલની જેમ આજે પણ આજે પણ ગામડાઓમાં વરસાદી વાતાવરણ બંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ભારે વરસાદ પડશે, પ્રથમ તબકકામાં જ સારો વરસાદ થઇ ચૂકયો ેછે અને આ વખતે વરસાદ ૧૦૦ ટકા થવાની શકયતા છે ત્યારે પ્રથમ વરસાદમાં જ ૭ ડેમમાં નવા નીરની આવક થઇ ચૂકી છે.
આજે શહેરના કેટલાક વિસ્તારોમાં વિજ કાપને કારણે લોકો ગરમીથી પરેશાન થઇ ગયા છે. પ્રથમ વખત ૧૦૦ ટકા ભેજ થતાં લોકો ભારે કંટાળી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application