આસો માસમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જુનાગઢ જિલ્લ ામાં સીઝનનો 184 ટકા વરસાદ વરસી ગયો છે વિસાવદરમાં તો સીઝનના વરસાદે સદી પૂર્ણ કરી છે ગઈકાલે પણ જિલ્લ ામાં અડધાથી ચાર ઇંચ સુધી વરસાદ વરસતા નદીનાળા માં ઘોડાપૂર આવ્યા હતા તો ડેમ ઓવર ફ્લો થઈ રહ્યા છે ખેડૂતોના પાકને નુકસાન થતાં હવે મેઘરાજાને ખમૈયા કરવાની અરજ કરી રહ્યા છે.
સીઝન પ્રમાણે મોનસુન પૂર્ણ થયું છે પરંતુ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. નવરાત્રી બાદ ઠંડીનો ચમકારો અનુભવાય છે પરંતુ હજુ સુધી ઠંડી નો પ્રારંભ થયો નથી ઊલટાનું રેઇનકોટ પહેરીને લોકોએ ફરવું પડે છે. સીઝન બદલાતા ખેડૂતોને સૌથી વધુ માર પડી રહ્યો છે જુનાગઢ જિલ્લ ામાં ગઈકાલે ગિરનાર જંગલ અને માળીયાહાટીનામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લ ા ચાર દિવસથી વરસી રહેલા વરસાદથી ખેતીના પાકને નુકસાની ની ભીતિ સેવાઈ રહી છે. જુનાગઢ શહેરમાં ગઈકાલે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તાલુકાઓમાં મેંદરડા માં સાડા ત્રણ, વિસાવદર અને કેશોદમાં એક વંથલીમાં દોઢ જ્યારે માણાવદર અને ભેસાણમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમાં મેઘરાજા અવિરત વરસી રહેતા હોવાથી ખેતરોમાં પાણી ભરાયા છે જેથી અનેક પાકને નુકસાન થઈ રહ્યું છે.હજુ પણ ત્રણથી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગિરનાર જંગલમાં ગઈકાલે ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જેથી દામોદર કુંડ અને સોનરખ નદીમાં પાણીના ઘોડાપૂર આવ્યા હતા. અવિરત વરસાદ છતાં પણ હજુ ગરમી યથાવત છે. સૌથી વધુ વિસાવદર તાલુકામાં 100 ઇંચ વરસાદ વરસી ગયો છે. કેટલાક સ્થળોએ તો ગઈકાલે દિવાળીની સફાઈ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ મેઘરાજા એ સફાઈ અભિયાનમાં પણ વિક્ષેપ લાવ્યો હતો લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની અરજ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં નદીનાાળામાં ઘોડાપૂર અને ડેમ ઓવરફ્લો થવાથી નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ઓજત ડેમ આસપાસ લોકોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech