જેતપુર પંથકમાં છ વર્ષ પહેલાના મહિલા વર્ગ સાથે દુષ્કૃત્ય-દુષ્કર્મ સંબંધી જુદા જુદા બે કેસોમાં અદાલતે બે નરાધમોને દસ વર્ષની કેદ અને દંડ સહિતના હુકમો કર્યા છે. તેમાં બળદેવધાર વિસ્તારમાં ઘેર એકલી સગીરાની છેડતીના ગુનામાં અરવિંદ ભુપતભાઈ ગુજરાતીને રૂ.૧૨ હજાર દંડ તેમજ બીજા કેસમાં મિત્ર સાથે ફરવા ગયેલા શિક્ષિકાના વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કરીને શારીરિક શોષણ કરવાના કેસમાં અદાલતે બ્રિજરાજસિંહ જાડેજાને ૧૦ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.
આ અંગે પ્રથમ કેસની હકીકત મુજબ ગત તારીખ ૧૮ ૪ ૨૦૧૮ના બપોરના આશરે ૨ વાગ્યે ભોગ બનનાર બળદેવધાર વિસ્તારમાં હતી ત્યારે અરવિંદ ભુપતભાઈ ગુજરાતીએ માનસિક અસ્થિર સગીરાની છેડતી કરેલી હતી. આવો ગુનો નોંધાયા બાદ તત્કાલીન પીએસઆઇ આર.કે.ચાવડાએ ફરિયાદ નોંધ લઇ અને તપાસ કરતાં તેમણે દુષ્કર્મની કલમ ૩૭૬ ૨નો ઉમેરો કરવા યાદી કરેલી હતી. ત્યારબાદ ભોગ બનનારના બનાવ સમયના કપડા અને અન્ય સંયોગી પુરાવાઓને ધ્યાને લઈ અને અદાલતે કુલ ૧૦ સાહેદો તપાસેલા હતા અને ૨૬ દસ્તાવેજો તા ઓપીડી કેસ પેપર અને ડીસેબીલીટી સર્ટિફિકેટને ધ્યાને લઇ અને પુરાવો નોંધેલો હતો. ડોક્ટર રૂબરૂની હિસ્ટ્રીમાં પણ આરોપી અરવિંદ ભુપત ગુજરાતીએ મંદબુદ્ધિના ભોગ બનનાર સો શરીર સંબંધ યાનું પુરવાર યેલું હતું આ માટે તેમણે વિશેષ રીતે ડોક્ટર મુકેશભાઈ સામાણીની જુબાની પર ભાર દીધેલો હતો. રજૂ યેલ સાયન્ટિફિક પુરાવાઓ અને ભોગ બનનારની માનસિક અવસને ધ્યાને આરોપીએ દુષ્કર્મં કરેલાનું માની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ચુડાસમાએ સજા અંગે ઇન્ચાર્જ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુંટર કે એમ પારેખને સાંભળેલા હતા અને આરોપીને રૂપિયા ૧૨૦૦૦ દંડ ફટકારેલ અને ભોગ બનનારના પરિવારને રૂ.૨,૦૦,૦૦૦ વળતર આપવા હુકમ ફરમાવેલો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી કેતન પંડયા રોકાયા હતા.
અન્ય એક કેસમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવેલી હતી કે ગત વર્ષ ૨૦૧૮ ના અરસામાં તેણી પોતે શાળાએ શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય ત્યાંથી નીકળી અને તત્કાલ ચોકડીએી પોતાના મિત્ર ર્પા ઢાકેચા સો ફરવા ગયેલા હતા. આ વખતે ત્યાં રેલવેના પુલ પાસે આઠ લોકો આવી ગયેલા અને તેમણે ભોગ બનનારની અંગત પળોની વીડિયો ક્લિપ બનાવેલી હતી અને ધમકી આપેલી હતી કે અમો આઠ લોકો તમારી ઉપર દુષ્કર્મ કરીએ તો આપઘાત કરવાનો વારો આવશે આમ કહી ભોગ બનનાર સો દુરાચાર આચરવામાં આવેલો હતો.
અને ભોગ બનનારને આ વખતે ધરારીી વ્રજ હોટલમાં લઈ જવામાં આવેલ ત્યાં ભોગ બનનાર ની વીડિયો ક્લિપ બનાવેલી હતી અને મુખ્ય આરોપી બ્રિજરાજસિંહ જાડેજા એ ધમકી આપેલી હતી કે તે બોલાવે ત્યારે જો ભોગ બનનાર નહીં આવે તો આ વીડિયો ક્લિપ વાયરલ કરી દેવામાં આવશે આમ કહી અને તેમને શારીરિક શોષણ તું હતું. તત્કાલીન પોલીસ અધિકારી શ્રી હુકુમતસિંહ એ જાડેજા ની તપાસ દરમિયાન તેમણે વ્રજ હોટલના સીસીટીવી ફૂટેજ પુરાવા અધિનિયમ કલમ ૬૫ બી ના પ્રમાણપત્ર સો મેળવેલા હતા અને ભોગ બનનાર ની જુબાની તા રજૂ યેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કેતનભાઇ એ પંડ્યા એ આરોપીઓને તકસીરવાન ઠરાવવા દલીલો કરેલી હતી. કેતનભાઇ પંડયાની દલીલોને ધ્યાનમાં લઇ તા રજૂઆતો યેલા પુરાવાઓનું મૂલ્યાંકન કરી જેતપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એલ આર ચુડાસમા સાહેબ એ આરોપી બ્રિજરાજસિંહ જાડેજાને તકસીરવાન ઠરાવેલ હતા. આ વખતે ઇન્ચાર્જ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મ પારેખની દલીલોને ધ્યાને લઈ અને દસ વર્ષની સજા તા રૂપિયા ૫૦૦૦ દંડ ફટકારેલ હતા. પબ્લિક પ્રોસિક્યુટર કચેરીમાંી જાણવા મળેલ છે કે બાકીના જે આરોપીઓ છૂટી ગયેલા છે તેની સામે સરકાર પક્ષે ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરવા દરખાસ્ત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech