સુરતમાં નાના ભાઈએ પતંગની દોરી ન આપતા 10 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

  • December 12, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા અને એક દીકરી છે. ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા-પિતા ખેતર પર ખેતમજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલાં રહેતાં હતાં. ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઇ પત્ની સાથે ખેતર પર મજૂરીકામ અર્થે જતા રહ્યા હતા. દરમિયાન બાળકો ઘરે એકલાં હતાં અને પતંગ ઉડાવી રહ્યાં હતાં. જો કે, 10 વર્ષીય કેતને નાનાભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માગી હતી. જો કે, નાના ભાઈએ દોરી આપવાની ના કહેતાં કેતનને માઠું લાગી આવ્યું હતું. ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો. ત્યારબાદ ઘરમાં છતની એન્ગલ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘણીવાર થઈ જવા છતાં તે બહાર આવ્યો નહોતો.​​​​​​​


ભાઈનો લટકતો જોઈ બહેને બૂમાબૂમ કરી મૂકી
નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી, જેથી તેણે બૂમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો, લટકી ગયો, જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યાર બાદ માતા-પિતાને કોલ કરીને જાણ કરી હતી. ત્યાર બાદ માતા-પિતા ખેતરેથી દોડી આવ્યાં હતાં. પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application