ઇમ્પિરિયલ હાઇટસ, ક્રિસ્ટલ સિટી, આલાપમાં ૧૦ પ્રોપર્ટી સીલ

  • December 14, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા બાકી મિલ્કતવેરો વસુલવા ઇમ્પિરિયલ હાઇટસ કોમ્પ્લેકસમાં એક શોપ, ઉપલકાંઠે ક્રિસ્ટલ સિટી કોમ્પ્લેકસમાં એક શોપ તથા અક્ષરમાર્ગ ઉપરના આલાપ કોમ્પ્લેકસમાં એક શોપ સહિત મિલકતવેરાના બાકીદારોની કુલ ૧૦ પ્રોપર્ટી સીલ કરવામાં આવી હતી, આ કાર્યવાહી ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી, આસિ.કમિશ્નરશ્રી સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના દ્રારા કરાઇ હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે,વોર્ડ નં–૪માં કુવાડવા રોડ પર જય શકિત પાર્કમાં ક્રિસ્ટલ સિટીમાં ગ્રાઉન્ડ લોર પર શોપ નં–૧૫ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૩,૧૬૨, વોર્ડ નં–૫માં ન્યુ આશ્રમ રોડ પર રણછોડવાળી શેરી નં–૬મા ૧ યુનિટને નળ કનેકશન કપાત કરેલ, વોર્ડ નં–૮માં શ્રી વિધુતનગર કો.ઓપ.હાઉ.સોસા નજીક શ્રેય સામે નળ કનેકશન કપાત સામે રિકવરી .૧.૧૩ લાખ, અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં આલાપ ગ્રાઉન્ડ લોર પર શોપ નં–૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨૬ લાખ, અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં આલાપ ગ્રાઉન્ડ લોર પર શોપ નં–૨ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૧૯ લાખ, બીગ બઝાર સામે ઈમ્પીરીયલ હાઈટસમાં ગો ફેશન ટેનન્ટ ગ્રાઉન્ડ લોર શોપ નં–૯ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૪.૦૦ લાખ, વોર્ડ નં–૧૩માં અમરનગરમાં ઉમાકાંત પંડિત ઉધોગમાં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨૧ લાખ, ગોકુલનગર–૧માં ઓમ સ્ટીલ સામે ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૧૧ લાખ, ગોંડલ રોડ પર માતી ઈન્ડ એરિયામાં ભરત ટ્રાન્સપોર્ટ ને નોટીસ સામે રિકવરી .૧.૬૩ લાખ, વોર્ડ નં–૧૫માં મીરા ઉધોગિક વિસ્તારમાં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૮૦,૦૦, વોર્ડ નં–૧૬માં કોઠારીયા મેઈન રોડ પર સિંદુરિયા ખાણ સામે માતૃછાયા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૨,૧૬૫, સદભાવના સોસાયટીમાં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application