રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે મહિલા કોલેજ ચોકના કોસ્મો કોમ્પ્લેક્સમાં એક શોપ સહિત સમગ્ર શહેરમાં મિલ્કતવેરાના બાકીદારોની
૧૦ મિલક્તોને સીલ કરાઇ હતી તથા અન્ય પાંચ મિલકતોને સીલની કાર્યવાહી કરતા બાકીદારો એ પૂરેપૂરી રકમનો વેરો ચુકતે કર્યો હતો. આજે બપોરે સુધીમાં રૂા.૪૯.૬૨ લાખની વસુલાત થઇ હતી. આજથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી તમામ રજાના દિવસો સહિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા-વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રાખવામા આવશે.
વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં શીતલ પાર્ક પાસે આવેલ ૧-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૧.૩૪ લાખ, વોર્ડ નં-૩માં
પરાબજાર મેઇન રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨.૦૬ લાખ, પરાબજાર મેઇન રોડ પર આવેલ ૧-યુનિટને સીલ, ક્રુષ્ણપરામા ૧-યુનિટને સીલ, મોટી ટાંકી ચોક પાસેના રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ૪-યુનિટને સીલ, ગોડાઉન રોડ ઉપર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૧૨ લાખ,
મોચી બજારમાં આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૧૩ લાખનો ચેક આપેલ, પરસાના નગરમાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૨,૨૪૭, પરસાના નગરમાં અન્ય ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૦૫ લાખ, વોર્ડ નં-૬માં પેડ્ક રોડ પર આવેલ ગણેશ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૨ સીલ,
વોર્ડ નં-૭માં રજપૂતપરામાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૬૬ લાખ, ટાગોર રોડ પર આવેલ અરીહંત એપાર્ટમેન્ટ ફર્સ્ટ ફ્લોર ઓફિસ નં-૧૦૩ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૯૮,૬૭૮, કિસાનપરામા ૧ યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૩૬ લાખ, મહીલા કોલેજ ચોક પાસે આવેલ ‘કોસમો કોમ્પ્લેક્ષ શોપ નં-૨૧ ને સીલ મારેલ.(સીલ), ન્યુ જાગનાથમાં આવેલ સ્મીત કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર ઓફિસ નં-૧૨૫/૩૬ ને સીલ, વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર આવેલ પટેલ છાત્રાલયની વાંધા અરજીનો નિકાલ કરતાં રીકવરી રૂ.૫૬ લાખ, મહાદેવવાડી મેઇન રોડ પર આવેલ ત્રીમુર્તી ટાવર ફર્સ્ટ ફ્લોર શોપ નં-૩ સીલ કરાઇ હતી.
ઉપરોક્ત કાર્યવાહી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech