ધોરાજીમાં દુષિત પાણીના કારણે ઝાડા–ઉલ્ટી, પેટના દુ:ખાવાના કેસમાં ૧૦ ટકા વધારો નોંધાયો
ધોરાજીમાં દુષિત પાણીના કારણે ઝાડા–ઉલ્ટી, પેટના દુ:ખાવાના કેસમાં ૧૦ ટકા વધારો નોંધાયો
May 22, 2026 10:27 AM
ધોરાજીમાં દુષિત પાણી અને આકરી ગરમીના કારણે રોગચાળાએ માથું ઉચકયું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દુષિત પાણી પીવાના કારણે ઝાડા–ઉલટી અને પેટના દુખાવાના કેસોમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલ તત્રં દ્રારા દર્દીઓની સારવાર માટે જરી દવાઓ અને સ્ટાફ સાથે ૨૪ કલાકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ધોરાજી પંથકમાં કાળઝાળ ગરમી અને સાથે જ દુષિત પાણીના કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર પડી રહી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની દૈનિક ઓપીડીનો આંકડો ૫૦૦ થી ૭૦૦ એ પહોંચી ગયો છે.હાલ હોસ્પિટલમાં લૂ લાગવી, ઝાડા–ઉલટી અને ખાસ કરીને દુષિત પાણીના કારણે પેટના દુખાવાના કેસો સૌથી વધુ જોવા મળી રહ્યા છે. વધતા કેસોને લઈને સિવિલ હોસ્પિટલ પ્રશાસન એલર્ટ મોડ પર છે.હોસ્પિટલમાં ઓઆરએસનો પૂરતો જથ્થો, દવાઓ અને નસિગ સ્ટાફ રાઉન્ડ ધ કલોક ખડે પગે છે. મેડિકલ ઓફિસરે લોકોને ગરમીથી બચવા અને માત્ર શુદ્ધ પાણી જ પીવાની ખાસ અપીલ કરી છે.ઘણીવાર દુષિત પાણી પીવાના લીધે પેટમાં દુખાવા જેવા બનાવ બનતા હોય છે. લોકોને ખાસ સલાહ છે કે બપોરે ૧૨ થી ૪ કારણ વગર બહાર ના નીકળવું, સુતરાઉ કપડાં પહેરવા, અને શુદ્ધ પાણી તથા છાશ અને પ્રવાહી વધુ લેવું.