બગસરાના પીઠડિયા ગામે જુગાર રમતા ૧૦ શખસો ઝડપાયા

  • June 21, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરાના પીઠડીયા ગામે જુગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ કબ્જે લઈ કાર્યવાહી કરી છે.    પીઠડીયા ગામે કેટલાક શખસો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે બગસરા પોલીસે દરોડો પાડી જુગાર રમતા હસમુખ પરશોતમભાઇ બોઘરા, હસમુખ કાનજીભાઇ બોઘાણી બન્ને પીઠડીયા, વિમલ બાઘાભાઇ ઢોલરીયા , ભાવેશ બાઘાભાઇ ઢોલરીયા બન્ને રહે.માવજીંજવા, કિરીટ બટુકભાઇ ટોલીયા રહે.હડાળા, પરશોતમ પુનાભાઇ ડોબરીયા રહે.માવજીંજવા, મનિષ બાલુભાઇ ઉષદળ રહે.પીઠડીયા,  બાવચંદ છગનભાઇ ગોધાણી રહે.ડેરી પીપળીયા, નિલેષ જેરામભાઇ બાબરીયા રહે.હડાળા, રાજુ હરજીભાઇ બાબરીયા રહે.ડમરાળા તા.ભેંસાણ તમામ ને પકડી પાડી રોકડ રૂ.૨૨,૫૫૦ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જેતપુરના નવાગઢમાં કેનાલના કાંઠે જુગાર રમતા પાંચ ઝડપાયા
રાજકોટ: જેતપુરના નવાગઢમાં કેનાલના કાંઠે જુગાર રમતા પાંચ શખસોને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ.૪૮૭૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,જેતપુર સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ વરૂ,રાજુભાઇ શામળા,કોન્સ. વાસુદેવસિંહ જાડેજા,અભયરાજસિંહ જાડેજા,રામજીભાઇ ગરેજા,મીરલભાઇ ચંદ્રવાડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે જેતપુરના નવાગઢ પાસે દાસીજીવણપરામાં કેનાલના કાંઠે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ.૪૮૭૦ કબજે કર્યા હતાં.જુગાર રમતા પકડાયેલા શખસોમાં અજય મીઠુભાઇ પરમાર,પ્રકાશ રામલાલ ગૌસ્વામી,સંજય ઉર્ફે ગડા નરશીભાઇ પરમાર,ગોવીંદ ભુપતમાઇ ચૌહાણ અને રાજેશ બચુભાઇ દામાણીનો સામવેશ થાય છે.પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોરબી જુગાર રમતા પાંચ શખસોને પોલીસે ઝડપ્યા
મોરબી: મોરબીમાં સર્કિટ હાઉસ સામે જુગાર રમતા બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાર્યવાહીહાથ ધરી હતી. મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે નસીબ અજમાવતા ૩ જુગારીને ઝડપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસેધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે સર્કિટ હાઉસની સામે ભાગમાંસર્વિસ રોડ પર આરોપી દર્શનભાઇ જયંતીભાઇ ત્રિવેદી અને હકેશભાઇ સોમાભાઇ પુરબીયા જાહેરમાં જુગાર રમતા હોવાથી પોલીસે ઝડપી રોકડા રૂપિયા ૧,૯૭૦ સહિતના મુદામાલ સાથે બંનેની ધરપકડ કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી હતી. સીટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુજવાના રોડ ઉપર પાસે આરોપી રાજેશભાઇ જીવણભાઇ પુરબીયા, હિરાભાઇ બચુભાઇ ધામેચા અને અફઝલભાઇ ઇદરીશભાઇશેખગંજી જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે રોકડા રૂપિયા ૪,૨૦૦ સહિતના મુદામાલ સાથે તમામની ધરપકડ કરી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application