જસદણના વિરનગર ખાતે આવેલી શિવાનદં મિશન આંખની હોસ્પિટલમાં ઓપરેશન દરમ્યાન ૧૦ દર્દીઓને અંધાપાની અસર થતાં ભારે દોડધામ થઈ પડી છે. સારવાર દરમ્યાન ત્રણની હાલત વધુ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી અને તાત્કાલીક ધોરણે હોસ્પિટલને સીલ કરી દેવાઈ છે. ઈન્ફેકશન લાગવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમીક તબકકે બહાર આવ્યું છે.
વિરનગરની શિવાનદં હોસ્પિટલમાં ગત સાહે ચાર દિવસ દરમ્યાન ૩૦ જેટલા દર્દીના મોતીયાના ઓપરેશન કરવામાંા આવ્યા હતા. જેમાં ૧૦ને અંધાપાની અસર થતાં તાત્કાલીક ત્યાંજ સારવાર આપવામાં આવી હતી. અંધાપાની અસરના પગલે દર્દીઓના પરિવારજનોમાં ચિંતા સાથે ભારે હોબાળો થઈ પડયો હતો. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ અને તબીબ ટીમ દ્રારા પણ તમામ દર્દીઓની અંધાપાની અસર દુર થાય તે માટે પુરતા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ૭ દર્દીને રીકવરી મળી હતી. જયારે ૩ દર્દીને અંધાપાની વધુ અસર હોવાથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા.
આંખની હોસ્પિટલમાં ઓપરેશન બાદ અંધાપા કાંડ જેવી ઘટના બની હોવાની જાણ થતાં રાજકોટ તેમજ ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ વિરનગર હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. ઘટના કઈ રીતે બની તેની પ્રાથમીક તપાસ આરંભી હતી. જેમાં એવું બહાર આવી રહ્યું છે કે, શક્રિયા દરમ્યાન ઈન્ફેકશન લાગવાથી અંધાપાની અસર થઈ હોય શકે. જો કે, ૧૦ દર્દીમાંથી ૭ દર્દીને રીકવરી થતાં તબીબો અને ટ્રસ્ટીઓ દ્રારા તેમજ આરોગ્ય ટીમ દ્રારા પણ થોડો હાશકારો અનુભવાયો હતો. આ બનાવને લઈને ગાંધીનગરથી આવેલી આરોગ્ય વિભાગની ટીમના અધિકારીઓ દ્રારા હોસ્પિટલમાં ઓપરેશન રૂમને હાલના તબકકે સીલ કરી દેવામાં આવ્યો છે. શિવાનદં ટ્રસ્ટની આ આંખની હોસ્પિટલમાં વર્ષેાથી નિ:શુલ્ક ઓપરેશન અને સારવાર કરવામાં આવે છે. આ બનાવ ઈન્ફેકશનથી બન્યો કે કોઈ માનવીય ભુલના કારણે અથવા તો સર્જરી વખતે કઈં ક્ષતિ રહી ગઈ તે વિશે વધુ તપાસ ચલાવાઈ રહી છે. ટ્રસ્ટી મંડળ દ્રારા પણ સારવારમાં રહેલા ત્રણેય દર્દીનો જરૂર પડે તે તમામ મદદ કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે. હાલના તબકકે તો શિવાનદં હોસિેપટલમાં આ થયેલી ઘટનાથી ભારે ઉહાપોહ મચ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech