.10 લાખની સેવાવાળુ હવે આયુષ્માન-કાર્ડ હવે મોબાઈલ એપથી ડાઉનલોડ કરી શકાશે

  • October 17, 2023 12:30 PM 

સરકાર દ્વારા પી.એમ.જે.એ.વાય-માં યોજના/ આયુષ્માન ભારત કાર્ડ  2.0 મોબાઈલ એપ્લિકેશન દ્વારા કાર્ડ કઈ રીતે બનાવી શકાય તેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી


ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા હવે ા.10 લાખની મયર્દિા નકકી કરવામાં આવી છે ત્યારે લોકોને વધુને વધુ લાભ મળે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, હવેથી મોબાઇલ એપ દ્વારા પણ આયુષ્યમાન કાર્ડ મેળવી શકાશે અને તેની માર્ગદર્શીકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.



સૌ પ્રથમ આપના મોબાઈલ પર આયુષ્માન એપ્લીકેશન ડાઉનલોડ કરવી અને તેમાં બેનીફીશીયરી સિલેક્ટ કરી મોબાઈલ ...થી લોગ-ઇન કરવું. ત્યારબાદ મોબાઈલ પર જે સ્ક્રીન દેખાય છે, તેમાં આપેલા ઓપ્શનમાં રાજ્ય, જીલ્લો, સ્કીમ, સર્ચ-બાયમાં આધારકાર્ડ/રાશનકાર્ડની વિગતો નાખી સર્ચ કરતાની સાથે જ કુટુંબનાં તમામ સભ્યોની વિગતો બતાવશે.



આ પ્રક્રિયા મુજબ આગળ જતા જેમના કાર્ડ કાઢવાના બાકી છે, તે સભ્યોના નામની સામે કલીક કરી અને આધારકાર્ડ, ફિંગરપ્રિન્ટ, ફેસ-ઓથથી વેરીફાઈ કરતા લાભાર્થીની આધારકાર્ડ/ફેમીલી આઈ.ડી./એડ્રેસ જેવી વિગતો બતાવશે જેમાં આગળ આધાર કાર્ડમાં આવેલા ફોટાની સામે લાઇવ ફોટો મોબાઈલ માંથી કલીક કરી અપલોડ કરી ફેમીલીનાં સભ્યનો મોબાઇલ નંબર નાખી ફિંગરપ્રિન્ટ//ફેસ-ઓથથી વેરીફાઈ કરી તથા આધારકાર્ડ મુજબ પીંનકોડ, ગામ, તાલુકા, જિલ્લાની વિગતો ભરવી. ત્યારબાદ સબમીટ કરતા એનરોલમેન્ટની પ્રોસેસ પૂર્ણ થાય છે. ડાઉનલોડ પર ક્લિક કરતા આયુષ્માન-કાર્ડ પીડીએફ સ્વરૂપે લાભાર્થીને મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application