એસટી બસ મુસાફરીમાં ભાડામાં ૧૦ ટકાનો વધારો

  • March 29, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવાનાં ભાડાંમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ કરવામાં આવશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના ૨૭ લાખ મુસાફરોને સીધી અસર થશે.


ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ બાદ પહેલીવાર ૨૦૨૩માં એટલે કે ૧૦ વર્ષ બાદ એસટી નિગમ દ્વારા ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૫ ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. જીએસઆરટીસી દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં ૪૮ કિમી સુધી ‚ા. એકથી લઈને ૬ ‚પિયા સુધીનો વધારો કર્યો હતો.


એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડાં વધારવામાં આવ્યો છે. ૨૮ માર્ચ ૨૦૨૫ની મધરાતથી એટલે કે ૨૯ માર્ચ ૨૦૨૫ રાત્રે ૧૨ વાગ્યાથી ૧૦ ટકાનો ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી ૮૫ ટકા મુસાફરો (દરરોજ અંદાજીત ૧૦ લાખ) ૪૮ કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર ‚પિયા એકથી ‚પિયા ૪ સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે.
​​​​​​​

ગુજરાતમાં દરરોજ ૧૮.૨૧ લાખ ગ્રામીણ મુસાફરો, ૪૬ હજાર શહેરી મુસાફરો અને ૮.૩૦ લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ૨૭.૧૮ લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનેની કુલ ૮,૩૨૦ બસ દરરોજ ૪૨,૦૮૩ જેટલી ટ્રીપ પૂરી કરે છે. બધી બસોનું ૩૪.૫૨ લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના ૧૮,૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ ૬૮,૦૦૦ ટિકિટ ઓનલાઇન બુક થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application