વિદેશ રાય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સંસદમાં જણાવ્યું કે ૧૦ ભારતીય નાગરિકોને રશિયન સશક્ર દળોમાંથી રજા આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮–૯ જુલાઈના રોજ તેમની મોસ્કો મુલાકાત દરમિયાન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, સરકારને રશિયન સશક્ર દળોમાં ભરતી કરાયેલા અમુક ભારતીય નાગરિકોને વહેલી તકે છૂટા કરવાની સુવિધા માટે વિનંતીઓ મળી છે. આવી દરેક વિનંતી વિદેશ મંત્રાલય અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસ દ્રારા સંબંધિત રશિયન અધિકારીઓ સાથે શેર કરવામાં આવી રહી છે.
કીર્તિ સિંહે માહિતી આપી કે, આજની તારીખમાં, લગભગ ૧૦ ભારતીય નાગરિકોએ રશિયન સશક્ર દળોને છોડી દીધા છે. ૮–૯ જુલાઈ, ૨૦૨૪ ના રોજ રશિયાની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સશક્ર દળોમાંથી તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે મુકત કરવાની માંગ કરી હતી. વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને રશિયામાં રોજગારીની તકો શોધતી વખતે સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરી છે. ભારતમાં કાયદા અમલીકરણ અધિકારીઓ આ બાબતથી વાકેફ છે અને તેમણે રશિયન સશક્રોમાં સેવા આપવા મામલે આદેશો જારી કર્યા છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે ભારતીય કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech