સંશોધનને પ્રોત્સાહન આપવા સૌ. યુનિ. ૧૫,૦૦૦થી ૧ લાખની સહાય આપશે

  • September 13, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો વધુ સંશોધન પત્રો પ્રકાશિત કરે, વધુમાં વધુ પેટન્ટ રજીસ્ટર કરાવે, રાષ્ટ્ર્રીય –આંતરરાષ્ટ્ર્રીય સ્તરના સંશોધનનો વ્યાપ વધે અને આવા સંશોધનો સમાજને ઉપયોગી થાય તે માટે રિસર્ચ એકિટવિટીને પ્રોત્સાહન આપવા કુલપતિ કમલસિંહ ડોડીયાએ સીડમની પ્રોજેકટ અને યુનિફોર્મ રિસર્ચ પોલીસી જાહેર કરી છે.
કુલપતિના જણાવ્યા મુજબ આ માટે બજેટમાં પિયા ૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. સીડ મની પ્રોજેકટ અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા કાયમી પ્રાધ્યાપકોને સંશોધન માટે મહત્તમ પિયા ૧ લાખ સુધીની નાણાકીય સહાય યુનિવર્સિટી દ્રારા આપવામાં આવશે અને આ માટે આ વર્ષે ૭,૦૦,૦૦૦ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટનો સમયગાળો બે વર્ષનો રહેશે.
આવી જ રીતે કાયમી પ્રાધ્યાપકોને સેમિનાર કોન્ફરન્સમાં પેપર રજૂ કરવા કે ભાગ લેવા માટે યુનિવર્સિટી તરફથી ૧૫,૦૦૦ ની સહાય યુનિફોર્મ રિસર્ચ પોલીસી અંતર્ગત આપવામાં આવશે. આ માટે આઈકયુએસી દ્રારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
કુલપતિ કમલસિંહ ડોડીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્રના પ્રાધ્યાપકો અને યુવાનોમાં એ શકિત રહી છે કે તે આવા સંશોધન કરી શકે. સંશોધન એ રાષ્ટ્ર્રની પ્રગતિનો આધાર છે. સંશોધનથી સ્વાવલંબી અને આત્મનિર્ભર બની શકાય છે. આવા સમાજ અને રાષ્ટ્ર્ર ઉપયોગી વિવિધ સંશોધનોને પ્રોત્સાહન મળે તે માટે યુનિવર્સિટીએ આ પોલીસી અમલમાં મૂકી છે.
રિસર્ચ પોલીસી બનાવવામાં કુલપતિ કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આઈકયુએસીના ડાયરેકટર ડોકટર સંજય મુખરજી અને સભ્યોએ જહેમત ઉઠાવી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application