BREAKING NEWS

૨૦ વર્ષ પછી સિનેમાઘરોમાં પાછો ફરશે 'ડોરેમોન'! નોબિતા સાથે ફરવા નીકળશે નવા એડવેન્ચર પર

  • June 19, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાનું સૌથી લોકપ્રિય કાર્ટૂન પાત્ર 'ડોરેમોન' તમે ઘણી વખત ટીવી પર જોયું હશે, અને જો તમારા ઘરમાં બાળકો હશે તો આજે પણ આ શો ઘરમાં ધૂમ મચાવતો હશે. હવે આ વહાલો ડોરેમોન ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં એટલે કે મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ફિલ્મ 'ડોરેમોન ધ મૂવી: ન્યૂ નોબિતા એન્ડ ધ કેસલ ઓફ ધ અંડરસી ડેવિલ' આ વર્ષે દેશભરના થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. મેકર્સે આ ફિલ્મનું સત્તાવાર પોસ્ટર જાહેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. ફિલ્મનું જોરશોરથી પ્રમોશન ૨૦ જૂનથી શરૂ થઈ રહેલા 'પોપ કલ્ચર ફેસ્ટિવલ'માં કરવામાં આવશે. મેકર્સે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે, આ ફિલ્મને થિયેટરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ખાસ અવસર પર મુંબઈમાં ૨૦ અને ૨૧ જૂને ફેન્સ માટે એક ખાસ કેમ્પેઈન પણ ચલાવવામાં આવશે.
આ નવી ફિલ્મમાં નોબિતા અને તેની આખી ગેંગ એટલે કે જીયાન, સુનિયો અને શિઝુકા એક અદભુત અને રોમાંચક સફર પર નીકળશે. તેમની આ અનોખી કહાનીમાં દોસ્તી, સાહસ અને અજાણી દુનિયાની શોધ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત લેખક ફુજિકો એફ. ફુજિયોની 'મંગા' (જાપાનીઝ કોમિકસ) પર આધારિત છે. તેમના દ્રારા બનાવવામાં આવેલા આ પ્યારા પાત્રો અને કલ્પનાશીલ વાર્તાઓએ દુનિયાભરમાં ઘણી પેઢીઓનું દિલ જીત્યું છે.
આ ફિલ્મને ભારતના થિયેટરો સુધી પહોંચાડવા માટે જાપાનની જાણીતી કંપની 'ટીવી અસાહી' અને ભારતનું અગ્રણી ડિસ્ટિ્રબ્યુશન સ્ટુડિયો પીવીઆર આઈનોકસ પિકચર્સ સાથે મળીને કામ કરી રહ્યા છે. યારે, ફિલ્મના પ્રમોશન અને કન્યુમર એકસપિરિયન્સની જવાબદારી ભારતીય એજન્સી 'બ્લેક વ્હાઇટ ઓરેન્જ' સંભાળી રહી છે, જેને 'હેપનિંગ ૩૬૫ સિનજીર્સ' તરફથી માર્કેટ એડવાઇઝરીનો સપોર્ટ મળી રહ્યો છે. ટીવી અસાહીના ઇન્ટરનેશનલ બિઝનેસ ડિપાર્ટમેન્ટના હેડ માઇક્રો સુમિડાએ જણાવ્યું કે, અમને ગર્વ છે કે ૨૦ વર્ષ પછી અમે ડોરેમોનને ભારતમાં મોટા પડદા પર લાવી રહ્યા છીએ. આ ફિલ્મમાં ડોરેમોન અને તેના મિત્રો ઐંડા સમુદ્રમાં એક શાનદાર એડવેન્ચર પર નીકળે છે. અમને આશા છે કે ભારતના બાળકો અને જેઓ ડોરેમોન જોઈને મોટા થયા છે તે યુવાનો પણ આ ખાસ અંડરવોટર સફરની મજા માણશે.
આ ફિલ્મ આગામી ૨ ઓકટોબર ૨૦૨૬ ના રોજ ગાંધી જયંતીના વેકેશનના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ડોરેમોન એક એનિમેટેડ પાત્ર છે, જે ભવિષ્યમાંથી આવેલી કાન વગરની એક રોબોટિક બિલાડી છે. આ અનોખી સિરીઝ છેલ્લા ૨૦ વર્ષથી ભારતમાં બાળકો અને વડીલોનું સતત મનોરંજન કરી રહી છે અને હવે મોટા પડદા પર તેનો જાદુ જોવા ફેન્સ ઉત્સાહિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application