જોડીયામાં તા. 21 ઓગસ્ટના "તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' યોજાશે

  • August 02, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.


જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડીયામાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તારીખ 21/08/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારીશ્રી/ મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેસ્ટશ્રી, જોડીયાના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રીની કચેરી, જોડીયા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં દરમિયાન તાલુકા કક્ષાના જે-તે અધિકારીશ્રીએ જાતે હાજર રહેવું. તેમના પ્રતિનિધિશ્રીને હાજર રાખી શકાશે નહીં. 


તેથી આગામી તારીખ 10/08/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જોડીયા- આ સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન્વયે,


(1) તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.


(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.


(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.


(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. 


(5) તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો તે પૂર્વે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી કે ગ્રામ સેવકશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.


જોડીયા તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, જોડીયાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application