જામનગર : મીઠી વિરડી ગામમાં યુવકનું વીજ આંચકો લાગતાં મૃત્યુ

  • April 15, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર : મીઠી વિરડી ગામમાં યુવકનું વીજ આંચકો લાગતાં મૃત્યુ


પતરાના શેડના પોલમાં અટકી જતા બનેલો બનાવ : પરિવારમાં શોક


કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા અને અભ્યાસ કરતા યુવકનું વિજ આંચકો લાગવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જેના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. 


મીઠી વીરડી ગામમાં રહેતા અને અભ્યાસ કરતા પ્રીત રમેશભાઈ દોંગા નામના ૧૯ વર્ષના યુવકને પોતાના મકાનના ફળિયાની સામેના ભાગમાં આવેલા પતરાના સેડ ના પોલમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ મોહનભાઈ દોંગાએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.ડી. ઝાપડિયા બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News