સલાયામાં ચાલુ બાઇકે ૪૫ વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

  • April 04, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં ચાલુ બાઇકે ૪૫ વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

અચાનક હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડયો : ઘટનાના લાઇવ દ્રશ્યો સીસી કેમેરામાં કેદ થયા


સલાયામાં ગઇકાલે ચાલુ બાઇકે ૪૫ વર્ષના એક યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા ત્યાં જ ઢળી પડયો હતો, મૃત્યુ નિપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઇવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા અરેરાટી પ્રસરી ગઇ હતી, યુવા વર્ગમાં હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો એક પછી એક સામે આવી રહયા છે જેના કારણે ચિંતાની લાગણી જન્મી છે. 

સલાયામાં ગઈ કાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ શાબીર મસ્જિદની સામે સલીમ સંઘાર નામનો યુવાન બાઇક ચલાવતો હતો અને એની પાછળ બેસેલ એક વ્યક્તિને ઉતારી અને આગળ જવા નીકળ્યો હતો ત્યારે અચાનક જ એ યુવાનને ભારે હૃદય રોગનો હુમલો આવતા એ બાઇક પરથી નીચે ઢળી પડ્યો હતો. ત્યાં આજુબાજુના લોકોએ એને હોસ્પિટલ લઈ જતા તેને સારવાર મળે એ પહેલા જ એ યુવાનનું મૃત્યુ થયાનું જણાયું હતું.આ ૪૫ વર્ષના યુવાનના અકાળે અવસાનથી સલાયામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application