'વેરોનિકા'નું ૧૪ વર્ષ પછી કમ બેક કોકટેલ-૨માં દીપિકા પાદુકોણનો કેમિયો ચર્ચામાં

  • April 25, 2026 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયારે પણ બોલિવૂડમાં કોઈ જયા પ્રતિષ્ઠિત પાત્રના પાછા ફરવાના સમાચાર આવે છે, ત્યારે ચાહકોનો ઉત્સાહ નવી ઊંચાઈએ પહોંચે છે. તાજેતરમાં જ એવું જ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે સમાચાર આવ્યા હતા કે દીપિકા પાદુકોણ ફરી એકવાર વેરોનિકાની સુપરહિટ ભૂમિકા ભજવી શકે છે. સોશિયલ મીડિયા પર આ ચર્ચા શરૂ થતાં જ ચાહકોમાં જૂની યાદો તાજી થઈ ગઈ અને ‘કોકટેલ ૨' માટે ઉત્સાહ અચાનક વધી ગયો.
૨૦૧૨ ની ફિલ્મ 'કોકટેલ' માં દીપિકા પાદુકોણની વેરોનિકાની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી અભિનય કર્યો હતો. હવે, આટલા વર્ષો પછી, ફિલ્મની સિકવલ
બનાવવામાં આવી રહી છે, જેમાં શાહિદ કપૂર, રશ્મિકા મંદવા અને કૃતિ સેનન અભિનિત છે. આ ફિલ્મ ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ, સમાચાર આવી રહ્યા છે કે દીપિકા પાદુકોણ ફિલ્મમાં કેમિયો કરી શકે છે.અફવાઓ અનુસાર, દીપિકા પાદુકોણ ફિલ્મમાં વેરોનિકા તરીકે કેમિયો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણીને આ ભૂમિકા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી અને તેણે તેના ભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. જોકે ફિલ્મ નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નવી, આ સમાચારે ચાહકોમાં ઘણી ચર્ચા જગાવી છે. કોકટેલમાં દીપિકાનું વેરોનિકાનું પાત્ર બોલ્ડ અને સ્ટાઇલિશ હતું, જેનાથી તેણીને એક નવી ઓળખ મળી. આ જ કારણ છે કે ચાહકો હજુ પણ આ ભૂમિકાને તેના સૌવી યાદગાર અભિનયમાંનો એક માને છે. હવે જ્યારે કોકટેલ ૨ ની તૈયારીઓ ચાલી રહી છે અને ફિલ્મ નવા કલાકારો સાથે રિલીઝ થવાના આરે છે, ત્યારે દીપિકાની એન્ટ્રીના સમાચારે ફિલ્મમાં રસ વધુ વધાર્યો છે. જ્યારે ફિલ્મમાં નવી વાર્તા અને નવા પાત્રો દર્શાવવામાં આવશે, ત્યારે વેરોનિકાના દેખાવ જૂની ફિલ્મની યાદ અપાવે તેવી શક્યતા છે. એક પોસ્ટ મુજબ, દીપિકા થોડા દિવસો પહેલા મુંબઈમાં મેડોક ફિલ્મ્સની ઓફિસમાં જોવા મળી હતી. અહેવાલો સૂચવે છે કે મેડોક ફિલ્મ્સની આગામી પૌરાણિક ફિલ્મ મહાવતાર માં વિકી કૌશલની સામે મુખ્ય ભૂમિકા ભજવવા માટે તેણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, બીજી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રીને કોકટેલ સિકવલમાં વેરોનિકાની ભૂમિકા ભજવવા માટે વિનંતી કરવામાં આવી છે, અને તેણી સંમત થઈ ગઈ ໖.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application