જામનગરમાં ''બેટી, બચાઓ બેટી પઢાઓ દિવસ'' ની ઉજવણી કરાઈ
જામનગર તા.03 ઓગસ્ટ, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા “નારી વંદના ઉત્સવ” ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા જામનગરમાં મીનાક્ષી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે ''બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ'' મનાવવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન ઉપસ્થિત સર્વેને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ વિશે વર્કશોપ, ગુડ ટચ બેડ ટચ વિષે જાણકારી તથા પોકસો એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓની થીમ પર નાટક નિર્દશન કરવામાંં આવ્યુંં હતુંં. તેમજ શાળાની કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉકત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંંથી શ્રી નીરજ મોદી, જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાંથી શ્રી સિયાર સાહેબ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સુશ્રી સોનલ વર્ણાગર, શાળાના ટ્રસ્ટીશ્રી લલિત પટેલ, શાળાના આચાર્ય શ્રી કિરણબેન અંબાસણા તેમજ 150 જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.
000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગિરનાર પરિક્રમાના ગેઇટ વહેલા ખોલાતા ધર્મક્ષેત્ર પિકનિક પોઇન્ટ બની ગયું
November 19, 2024 09:59 AMઆંધ્રપ્રદેશમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકો પણ ચૂંટણી લડી શકશે, વિધાનસભામાં બિલ પસાર
November 19, 2024 08:50 AM120 કલાકનો કોલ્ડ અટેક! પ્રદૂષણે દિલ્હીવાસીઓનું વધાર્યું ટેન્શન, AQI 500ને પાર
November 19, 2024 08:46 AMભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech