જામનગરના ગુરુદ્વારામાં આજરોજ વૈશાખી પર્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

  • April 14, 2026 11:37 AM 
  

જામનગરના ગુરુદ્વારામાં આજરોજ વૈશાખી પર્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.


જામનગરમાં ગુરુદ્વારા માં વૈશાખી પર્વની ૩૨७મી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ- બહેનો અને મોટી સંખ્યામાં સંગત સાથે જોડાયા હતા.


જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં પ્રતિ વર્ષ વૈશાખી પર્વને હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ત્યારે આજરોજ 14-4-26ને મંગળવાર  ગુરુદ્વારા ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે સેહજ પાઠ, ત્યાર પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવીને ધન્ય થયા હતા. ત્યારબાદ ગુરુદ્વારા ખાતે 'ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. 


આજે 14 એપ્રિલના રોજ વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરો માં (ગેહુ ની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે. અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News