જામનગર : ખંભાળિયા તાલુકામાં વિદેશી દારૂ, બિયર સાથે બે ઝડપાયા

  • April 15, 2026 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : ​​​​​​​ખંભાળિયા તાલુકામાં વિદેશી દારૂ, બિયર સાથે બે ઝડપાયા

૫ બોટલ, ૧૨ ટીન મળી આવ્યા : સપ્લાયર મહિલાનું નામ ખુલ્યુ


ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ગોપાલ કરસન ધારાણી નામના ૨૬ વર્ષના શખ્સને પોલીસે ૨,૬૪૦ ની કિંમતના બિયરના ૧૨ ટીન તેમજ મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૨,૬૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ઠાકર શેરડી ગામે રહેતા વિરમ નામના એક શખ્સનું નામ સપ્લાયર તરીકે જાહેર થયું છે.


ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા કુલદીપસિંહ ચંદુભા જાડેજા નામના સલાયા મરીન પોલીસે રૂ. ૧૮૧૫ ની કિંમતની વિદેશી દારૂની ૫ બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે મોરબી ગામની રહીશ એવી નયનાબા નામની એક મહિલાનું નામ જાહેર થયું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News