અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં એક દુઃખદ અકસ્માત થયો છે. બેફામ સ્પીડે આવેલા ટ્રકે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને કચડ્યા હતા. બાદમાં ચાલકે નીચે ઉતરી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના સવારે 3.15 વાગ્યાની આસપાસ બોર્બોન સ્ટ્રીટ અને ઇબરવિલેના રસ્તા પર બની હતી, જે તેની નાઇટલાઇફ અને વાઇબ્રન્ટ કલ્ચર માટે પ્રખ્યાત છે.
પોલીસે શકમંદ પર ગોળીબાર કર્યો
રિપોર્ટ અનુસાર, ડ્રાઈવરે ટ્રકમાંથી નીચે ઉતરતાની સાથે જ ભીડ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. એવું માનવામાં આવે છે કે ઘટનાસ્થળે જ ઘણા લોકોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ન્યૂ ઓર્લિયન્સ પોલીસે પણ શંકાસ્પદ વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ પીડિતોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઓર્લિયન્સમાં કટોકટી જેવી પરિસ્થિતિ
અકસ્માત અને ફાયરિંગની ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘટનાસ્થળે ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક સત્તાવાળાઓ કેસની તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
જાન-માલના ભારે નુકસાનનો ભય
ન્યૂ ઓર્લિયન્સ પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે એક વાહને લોકોના જૂથને ટક્કર મારી હતી. જો કે, જાનહાનિ અને સંપત્તિના નુકસાનીનો આંક નક્કી કરવામાં આવ્યો નથી.
પોલીસે લોકોને અપીલ કરી
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરવા માટે નજીકની બોર્બન સ્ટ્રીટ પર હજારો લોકો એકઠા થયા હતા. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ હાલ આ વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળે. કારણ કે ઈમરજન્સી ટીમો ઘટનાની તપાસ કરી રહી છે. શંકાસ્પદની ધરપકડ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા આવતીકાલે ડાયાબિટીસ અંગેનો કેમ્પ
January 04, 2025 12:40 PMખંભાળિયા: લાંબા સમય બાદ બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની થશે હરાજી
January 04, 2025 12:37 PMસુરતથી ઉદયપુર જતી લક્ઝરી બસનું ટાયર ફાટતા ભીષણ આગ, 42 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
January 04, 2025 12:16 PM'લવયાપા થી ડેબ્યુ કરી રહેલા જુનૈદને શાહરૂખ-સલમાનના આશીર્વાદ
January 04, 2025 12:02 PM'શોલે'નો એ સીન કે જે પરદા પર ક્યારેય નથી દેખાયો તે સામે આવ્યો
January 04, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech