'શોલે'નો એ સીન કે જે પરદા પર ક્યારેય નથી દેખાયો તે સામે આવ્યો

  • January 04, 2025 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેના પર સેન્સર બોર્ડે કાતર ચલાવી હતી એ ડિલિટેડ સીન 49 વર્ષ પછી વાયરલ
આજે પણ લોકો અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ‘શોલે’ને ભૂલી શક્યા નથી. આ ફિલ્મે એવો રેકોર્ડ બનાવ્યો હતો, જેને વર્ષો સુધી કોઈ ફિલ્મ તોડી શકી નથી. મિત્રતા પર આધારિત આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અમજદ ખાનના કેટલાક દ્રશ્યો એવા હતા કે જેને જોઈને સેન્સર બોર્ડ પણ ચોંકી ગયું અને તે દ્રશ્યો પર કાતર ચલાવી. 49 વર્ષ બાદ હવે ફિલ્મનો એક ડીલીટ કરવામાં આવેલો સીન સામે આવ્યો છે.
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 1975ની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ શોલેની ગણતરી હિન્દી સિનેમાની સદાબહાર ફિલ્મોમાં થાય છે. લોકો આજે પણ આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. લોકોને ફિલ્મની વાર્તા એટલી પસંદ આવી કે તેઓ દિવાના થઈ ગયા. ફિલ્મની રિલીઝ પહેલા સેન્સર બોર્ડે તેમાં અનેક કટ કર્યા હતા. એક કટ સીન આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે.

ગબ્બર સિંહનો ડરામણો દેખાવ
શોલેનો દરેક ડાયલોગ આજે પણ ઘણો જ ફેમસ છે. ફિલ્મમાં એક ડાયલોગ છે, ‘પચાસ કિલોમીટર દુર સે બચ્ચાં રોતા હે તો માં કહતી હૈ સો જા વરના ગબ્બર આયેગા’. લોકોને આ ડાયલોગ ખૂબ જ પસંદ આવ્યો. ફિલ્મમાં ગબ્બર એટલે કે અમજદ ખાનના પાત્રના ડરને કારણે ઘણા ડાયલોગ અને સીન કાપી નાખવામાં આવ્યા હતા. તે દ્રશ્યો ફિલ્મમાં બતાવવામાં આવ્યા ન હતા. સેન્સર બોર્ડે તેમને કાપી નાખ્યા હતા. હવે આવો જ એક સીન વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગબ્બર સિંહનું નિર્દય રૂપ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ઓલ્ડ ઈઝ ગોલ્ડ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ શોલેનો એક ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં અમજદ ખાન ઉભેલા જોવા મળે છે અને સચિન પિલગાંવકર નજીકમાં જમીન પર પડેલા જોવા મળે છે. સચિને આ ફિલ્મમાં અહેમદની ભૂમિકા ભજવી હતી. ફોટામાં ગબ્બર સચિનને તેના વાળથી ઉપર ખેંચી રહ્યો છે. ચારે બાજુ ડાકુઓનો કાફલો દેખાય છે. આ સીન ફિલ્મમાંથી કટ કરવામાં આવ્યો હતો
જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટો શેર કરવામાં આવ્યો છે તેના અનુસાર આ સીનને સેન્સર બોર્ડે 1975માં રિલીઝ થયેલી શોલેમાંથી કાપ્યો હતો. કારણ કે આ સીનમાં વધુ પડતી હિંસા હતી અને ગબ્બર ક્રૂર લાગતો હતો. હિંસાને જોતા આ સીન કાપવામાં આવ્યો હતો. આજે પણ શોલે લોકોની ફેવરિટ ફિલ્મોમાંની એક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application