જામનગર : મોટી ખાવડીમાં ઉછીના રૂપીયાની માંગણીના મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર માર્યો
સિકકાના શખ્સ સહિત ચાર સામે પોલીસ ફરીયાદ
મોટી ખાવડીમાં ઉછીના દીધેલા રૂપીયાની માંગણીના મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર માર્યાની ફરીયાદ દાખલ થઇ છે જેમાં સિકકા શખ્સ અને ૩ અજાણ્યા શખ્સોની અટકાયત સહિતની કાર્યવાહી કરવા પોલીસે તપાસ લંબાવી છે.
મોટી ખાવડીમાં પેટ્રોલપંપ પાછળ રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જયવંતસિંહ અજીતસિંહ ચુડાસમા (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે મેઘપર પોલીસમાં સિકકા દિગ્વીજયગ્રામ સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે સાગર આયર તથા અન્ય ૩ અજાણ્યાની વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવી છે.
બે દિવસ પહેલા સવારના સુમારે મોટી ખાવડી માલધારી હોટલની ઉપર ઓફીસમાં આરોપી અશોક પાસેથી ૧૦ હજાર ઉછીના લીધેલ હોય જે ફરીયાદી માંગતા આ વેળાએ અન્ય ૩ ઇસમો આવી જતા ગળાના ભાગે અને આંગળીમાં માર માર્યો હતો, તેમજ અપશબ્દો બોલી નાશી ગયા હતા.