કલ્યાણપુરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સની અટક

  • April 18, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સની અટક


રાજકોટ વિભાગ પોલીસ નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયરાજસીંહ વાળાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ  દ્વારકાના માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પો.સ્ટે. બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબનો ગુનો ગત તા. ૧૫/૦૪/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ જે ચોરી અંગે આરોપીઓ શોધવા સુચનાઓ આપેલ હોય.


જે અનુસંધાને એલ.સી.બી દેવભૂમિ દ્વારકાના ઇન્યા. પૌ. ઇન્સ. એન. એચ જોશી તથા પો.સબ. બી એમ દેવમુરારીનાઓ તથા કલ્યાણપુર પો.સ્ટે ના પો.ઇન્સ આર.બી. હાથલીયા તથા પો. સબ ઈન્સ એમ.આર. સવસેટાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા ડી. સ્ટાફને સૂચના કરેલ હોય, જે અનુસંધાને ટેકનીકલ સોર્સ અને હયુમન સોર્સથી આરોપીને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરતા અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.


જેમાં એલ.સી.બી.પો. હેડ કોન્સ. પ્રવીણભાઇ માડમ તથા ડિ.સ્ટક પો. હેડ કોન્સ લખમણભાઇ કારાવદરા, પરણાંતભાઇ માડમ, રામભાઇ ચંવાવડીયા, તથા નારણભાઈ આંબલીયા, હેમંતભાઈ કરમુર તથા પો કોન્સ મુધ્ધભાઇ લગારીયાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દેવરીયા ગામના પાટીયા પાસેથી ગુનાના કામે ચોરી થયેલ મુદામાલ સાથે મો.સા.માં આવતા હોય જે આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આગળની તપાસ પો. હેડ કોન્સ હેમંતભાઇ ડી. કરમુર કલ્યાણપુર પો.સ્ટે નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.


આરોપીઓમાં સરજુભાઇ બચુભાઈ કોળી, જાતે બાવરી, ઉ.વ. ૩૦, ધંધો, મજુરી, રહે. કલીના પુલ પાસે, ઝુપડપટીમા, રીવરફ્રન્ટની બાજુમા, પોરબંદર, જી. પોરબંદર, શીવાભાઇ રાજુભાઇ પરમાર, જાતે, દેવીપુજક, ઉ.વ. ૨૬, ધંધો, મજુરી, રહે. કલીના પુલ પાસે, ઝુપડપટીમા, રીવરફ્રન્ટની બાજુમા, પોરબંદર, જી. પોરબંદરને પકડી લીધા હતા, સરજુ સામે દ્વારકામાં પોકસો મુજબનો ગુનો નોંધાયેલ છે, પોલીસે ૫૦ હજારની રોકડ, બે મોબાઇલ અને એક બાઇક કબ્જે લીધી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News