ખીજડીયામાં ખેતરમાંથી ૭૭ મણ રૂની ભારીઓની ચોરી

  • April 01, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખીજડીયામાં ખેતરમાંથી ૭૭ મણ રૂની ભારીઓની ચોરી 

રાત્રીના સુમારે અજાણ્યા શખ્સો ત્રાટકયા : વાડી વિસ્તારમાં નિવેદનો લેવા તજવીજ

જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા કેનાલ સીમ વિસ્તારમાં ખેતરે પડેલા રૂની ભારીઓ રાત્રીના સુમારે કોઇ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયા છે, જે અંગે જાણ થતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે, ૭૭ મણ રૂની ભારીઓ જેની અંદાજે કિ. ૭૭ હજાર થાય છે જે ચોરી થતા પોલીસે નિવેદનો લેવા સહિતની તપાસ હાથ ધરી છે. 

ખીજડીયા ગામમાં રહેતા ખેડુત ધીરજ પરસોતમભાઇ કથીરીયા (ઉ.વ.૫૫)એ ગઇકાલે પંચ-એમાં અજાણ્યા તસ્કરો સામે ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે જે મુજબ ફરીયાદી તથા સાહેદોની ખેતીની જમીને પડેલ રૂની ૧૦ ભારીઓ જે આશરે ૨૦ મણની જેની અંદાજે કિ. આશરે ૨૦ હજાર થાય છે તેમજ સાહેદ તરૂણભાઇની વાડીએ પડેલ ૨૫ મણ કપાસ રૂ તેમજ ચંદ્રેશભાઇની વાડીએ આશરે ૨૦ મણ રૂ અને વિઠલભાઇની વાડીએ પડેલ આશરે ૧૨ મણ રૂ આમ ખેતરોમાંથી કુલ ૭૭ મણ જેની અંદાજે કિ. ૭૭ હજાર થાય છે જે મુદામાલ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. ફરીયાદના આધારે પીએસઆઇ પરમાર અને ટીમ દ્વારા વાડી વિસ્તારમાં નિવેદનો લેવા સહિતની તપાસ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application