જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો

  • April 13, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. ૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલ ચોરીના ગુનાઓ ઉકેલવા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.


જે અનુસંધાને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એન. શેખ તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 
દરમિયાન તાજેતરમાં ખીજડીયા બાયપાસ નજીક આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાથી ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જે ચોરી કરનાર આરોપીઓને શોધવા માટે પંચકોશી એ. ડિવિઝન પોલીસે કવાયત શરૂ કરી હતી, દરમિયાન પોલીસ ઘટનાસ્થળ આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ તથા સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું.ખાનગી બાતમીના આધારે નવા ગામ નજીકનદીના કાંઠે રેઇડ કરતાં ચારઇસમોધીરુભાઈબાપુભાઈસોલંકી,આઇધનભાઈબાપુભાઈ વાઘેલા,પ્રેમજીભાઈ રામધનભાઈ વાઘેલા, અને પ્રવિણ કરીમ ગોવિંદભાઈ વાઘેલા ને પકડી પાડવામાં આવ્યા હતા. તેઓસી.એન.જી. રિક્ષા અને મોટરસાયકલ દ્વારા ચોરીનો ભંગાર હેરાફેરી કરતા હતા.તેઓ પાસેથી પીતળનો ભંગાર આશરે ૬૦ કિ.ગ્રા. (રૂ. ૫૦,૦૦૦)કોપરનો ભંગાર આશરે ૨૦ કિ.ગ્રા. (રૂ. ૧૪,૦૦૦),કોમ્પ્યુટર અને પ્રિન્ટર (રૂ. ૨૦,૦૦)અન્ય સામાન (રૂ. ૩,૩૦૦)એક સી.એન.જી. રિક્ષા તથા ૩ મોટરસાયકલ (રૂ. ૨,૨૦,૦૦૦)મળીને અંદાજે રૂ. ૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News