જામજોધપુર ટાઉનમાં થયેલી રોટાવેટરની ચોરી નો ભેદ ઉકેલાયો

  • April 09, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.૧,૩૭,૦૦૦ ની કિંમતના રોટાવેટરની ચોરી નો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની ધરપકડ

જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂ.૧,૩૭,૦૦૦  કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.


 જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવ ના માર્ગદર્શન હેઠળ જામજોધપુર ના પોલીસ ઇન્સ્પેક્ટર  એન.બી. ચૌહાણના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.


તપાસ દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટાફના સર્વેલન્સ દરમિયાન ચોરી થયેલા રોટાવેટર તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું લાલ રંગનું મેસી ટ્રેક્ટર નંબર જી.જે. -૭ ડીડી ૪૦૪૦ સાથે  અભય સુભાષભાઈ ભડાણીયા (ઉ.વ. ૨૫), રહે. જામવાડી ગામ, જામજોધપુર, મયુરભાઈ ગોવિંદભાઈ બારીયા (ઉ.વ. ૨૧), રહે. વનાણાગામ, જામજોધપુર, વિજયભાઈ વરવાભાઈ વરૂ (ઉ.વ. ૩૧), રહે. કૃષ્ણગઢ- ભાણવડ અને વિશાલ નિલેશભાઈ કણસાગરા (ઉ.વ. ૧૯), રહે. સગરપા વિસ્તાર, જામજોધપુર વગેરેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application