જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત કુલ ૨૧૩૭ ઈ.વી.એમ.ના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ

  • April 22, 2026 11:22 AM 

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત કુલ ૨૧૩૭ ઈ.વી.એમ.ના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ

જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે કુલ ૨૩ ચૂંટણી અધિકારીશ્રીઓને ૨૧૩૭ ઈ.વી.એમ. ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા ૧૦૦% પૂર્ણ કરવામાં આવી છે. 


જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૪૭૪ ઈવીએમ પૈકી વોર્ડ નં.૧ થી ૪માં ૧૧૨ ઈવીએમ, વોર્ડ નં.૫ થી ૮માં ૧૧૫ ઈવીએમ, વોર્ડ નં.૯ થી ૧૨માં ૧૨૬ ઈવીએમ, વોર્ડ નં.૧૩ થી ૧૬માં ૧૨૧ ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.૧થી૭માં ૩૧ ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા પંચાયત માટે ૮૦૮ અને તાલુકા પંચાયતો માટે ફાળવવામાં આવેલ ૮૨૪ ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા ૧૦૦% પૂર્ણ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News