દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ઓબ્ઝર્વર જે.સી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

  • April 13, 2026 06:25 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ઓબ્ઝર્વર જે.સી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા ઓબ્ઝર્વરએ​​​​​​​ આપ્યા માર્ગદર્શક સૂચનો

 
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર જે.સી.પંડ્યાએ આજરોજ જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નોડલ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર સાથે બેઠક યોજી હતી. 


આ બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, ખંભાળિયા અને જામ રાવલ નગરપાલિકાઓની સામાન્ય અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી  ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઓબ્ઝર્વરશ્રીએ લોકશાહીના  પર્વમાં કોઈપણ અડચણ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ ઓબ્ઝર્વરએ સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  વિવિધ ચૂંટણીઓ, વિવિધ મતદાન કેન્દ્રો, ઇવીએમનીની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ, ઇવીએમની તાલીમ અને નિદર્શન, સ્વીપ અંતર્ગત કરવામાં આવતી કામગીરી સહિત વગેરે અંગેનું  પ્રેઝન્ટેશન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ.જે.રાજપૂત દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તેમજ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને  નોડલ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News