દેવભૂમિ દ્વારકામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલ્યાણપુર ખાતે કરશે

  • August 08, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલ્યાણપુર તાલુકાની કે.કે.દાવડા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન  તેમજ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. 

કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા જિલ્લામાં પધારનાર મહેમાનો, પોલીસ બંદોબસ્ત,પોલીસ પરેડ, વૃક્ષારોપણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, સફાઈ સહિતની ચર્ચા કરી હતી અને સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application