જામનગરમાં પાના ટીંચતી બે મહિલા સહિત દસની અટકાયત

  • April 10, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પાના ટીંચતી બે મહિલા સહિત દસની અટકાયત


જામનગરના બે વિસ્તારમાં જુગાર અંગે પોલીસે દરોડા પાડી બે મહિલા સહિત ૧૦ની અટકાયત કરી હતી, કુલ ૧૫ હજારની રોકડ અને સાહિત્ય જપ્ત કયું છે, એક દરોડો કૌશલનગર ત્રણ માળીયા બિલ્ડીંગના પાર્કિંગમાં અને બીજો દરોડો મહારાજા સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો.


જામનગરના કૌશલનગર ત્રણ માળીયા બિલ્ડીંગના પાર્કિંગમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળુ વાળીને ગંજીપતા વડે જુગાર રમે છે જે બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા કૌશલનગર બિલ્ડીંગ નં. ૨૭૪માં રહેતા જીતેન્દ્ર મુળજી લાખાણી, શાંતીનગર શેરી નં. ૭માં રહેતા રણજીતસિંહ જસુભા જેઠવા, પટેલ કોલોની-૯ અતુલ એપાર્ટમેન્ટમાં રહેતા બ્રોકર લવેશ કાન્તીલાલ વ્યાસ, નારાયણનગરમાં રહેતા રાજેશ શાંતીલાલ ચરાડવા અને કડીયાવાડમાં રહેતા અશ્ર્વીન રતીલાલ ખેતાણી નામના શખ્સોને દબોચી લીધા હતા.


તેમની પાસેથી રોકડા ૧૨૬૦૦ અને ગંજીપતા જપ્ત કરાયા હતા, સીટી-એ ડીવીઝન પીઆઇ વી.એમ. ડોડીયાની સુચનાથી સ્ટાફના વિક્રમસિંહ, રવિરાજસિંહ, દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. 


અન્ય દરોડામાં શહેરના મહારાજા સોસાયટી વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા સિઘ્ધનાથ સોસાયટી શેરી નં. ૨માં રહેતા જાવીદ કાસમ સમા, ચમન સોસાયટીમાં રહેતા રહીમ અબ્બાસ રૂમી, મહારાજા સોસાયટીમાં રહેતા સમીનબેન ફરીદ પંજા અને રૂકશાનાબેન મુસા નાથાણીની અટકાયત કરી રોકડા ૨૪૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News