દેવભૂમિ દ્વારકાનાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં ગઇકાલે ઠાકોરજી પ્રત્યે અખંડશ્રદ્ધા ધરાવતા ભકત પરિવાર દ્વારા વિશેષકુંડલા ભોગ મનોરથનું આયોજન કરાયુ હતું. પુજારીના માર્ગદર્શન અને સૌજન્યથી સાંજના ઉત્થાપન દર્શન સમયે આઘ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઠાકોરજીને સોમવાર નિમિતે આકર્ષક ગુલાબી વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા જેમાં દૈવી શ્રૃંગારની ઝાંખી ભકતોના મનને ભાવવિભોર કરી રહી હતી. મનોરથ દર્શન-વિશેષ આરતી દરમ્યાન મંદિરમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મનોરથનો લાભ લીધો હતો. જયારે દેશ વિદેશમાં વસતા લાખો કૃષ્ણભકતોએ પણ વિવિધ ઓનલાઇન માઘ્યમો દ્વારા દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.