ઓખા મઢી નજીકથી લાઇન ફિશીંગ કરતી ૫૫ બોટ વિરુદ્ધ એસઓજીની કાર્યવાહી

  • April 13, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મઢી નજીકથી લાઇન ફિશીંગ કરતી ૫૫ બોટ વિરુદ્ધ એસઓજીની કાર્યવાહી


ઓખાથી ગાંધીનગર સુધી રણકેલા ભલામણોનાં ફોન કામ ન આવ્યા...​​​​​​​


પોલીસે કડક કાર્યવાહી કરી - ફિશરીઝ વિભાગ કડક બનશે?


એસ.ઓ.જી. પોલીસ દ્વારા લાઇન ફિશીંગ કરતી ૫૫ બોટ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ મુદ્દે ફિશરીઝ વિભાગ પણ શું પગલા લે છે? તેનાં ઉપર મીટ મંડાયેલી છે. આવી ઘટનામાં દંડ તથા ૩ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની સજાની જોગવાઈ હોવાની માહિતી છે ત્યારે ફિશરીઝ વિભાગ પણ પોલીસ જેટલી જ કડકાઇથી કાર્યવાહી કરશે કે કેમ એ અંગે અટકળો લાગી રહી છે.


મોટા મગરમસ્છો એસઓજીની જાળમાં ફસાતા નાના માછીમારોમા ખૂશી ની લહેર


ઓખા બંદર પરથી ઓપરેટ થતી ૫૫ જેટલી માછીમારી બોટો માંથી  મોટા ભાગની બોટો ઓખા બોટ એસોસિએશનના હોદેદારોની હોવાનું સામે આવ્યું છે માથાઓની ફિશીંગ બોટો પર દ્વારકા એસઓજીએ ગારયો કસતા એક-બે બોટો ધરાવતા નાના માછીમારોમા ખૂશીની લહર પસરી છે સાથે જ એસઓજીની કામગીરીને બિરદાવવામાં આવી છે.


તમામ ૫૫ બોટો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. એસઓજી


પ્રતિબંધિત લાઈન ફિશીંગ કરતી ૫૫ જેટલી માછીમારી બોટોને દ્વારકા એસઓજી દ્વારા ઝડપી પાડયા બાદ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનું એસઓજીના એએસઆઈ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે.

​​​​​​​

દ્વારકા નજીક ઓખા મઢીથી દરીયામાં ૮-૯ નોટીકલ માઇલ પ્રતિબંધિત લાઇન ફિશીંગ કરતી ૫૫ બોટ વિરુદ્ધ કાર્યવાહી કરીને દ્વારકા એસ.ઓ.જી.એ સપાટો બોલાવ્યો છે.


રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાનાં નેતૃત્વમાં તથા પી.આઇ. રાણામાં માર્ગદર્શનમાં પી.એસ.આઇ.દિવ્યરાજસિંહ વાળા, એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા સહિતનાં સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને લઇને સંવેદનશીલ ગણાતા દ્વારકા પંથકનાં દરીયામાં બાજ નજર રાખી ગેરકાયદે લાઇન ફિશીંગ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરતા તેમજ આ મુદ્દે ઓખાથી ગાંધીનગર સુધી ભલામણો માટે ફોન રણક્યા હોવાની ચર્ચા વચ્ચે પોલીસની અડગ કામગીરીથી સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચિત બની છે.


દ્વારકા નજીક આવેલ ઓખા મઢી થી આઠ નોટીકલ માઈલ દુર દરીયામાંથી પોલીસે લાઇન ફિશીંગનાં મામલે અલગ અલગ ચાર ગ્રુપમાં ૫૫ બોટ ડિટેઇન કરી કડક કાર્યવાહી કરતા બોટનાં વ્યવસાય સાથે સંલગ્ન લોકોમાં અને કેટલાક માંધાતા કહેવાતા લોકોમાં પણ ખળભળાટ મચી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News