દ્વારકા : નાગેશ્ર્વર મંદિરના ટ્રસ્ટીઓ સામે પગલાં ભરવા પીએમઓમાં બીજી વખત રજુઆત

  • April 15, 2026 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા : નાગેશ્ર્વર મંદિરના ટ્રસ્ટીઓ સામે પગલાં ભરવા પીએમઓમાં બીજી વખત રજુઆત


કોઇની શેહશરમ રાખવામાં આવતી હોવાનો આક્ષેપ


દ્વારકા પાસેના નાગેશ્ર્વર મંદિરના ટ્રસ્ટીઓને ફાળવવાની જગ્યા અંગે વિવાદ થયા પછી એક આસામીએ બીજી વખત પ્રાઇમ મિનીસ્ટર ઓફીસને રજુઆત કરી છે.


દ્વારકા નજીક આવેલા નાગેશ્ર્વર મંદિરના ટ્રસ્ટીઓ વિ‚દ્ધ લેન્ડ ગ્રેબિંગ કરવા અંગે કાર્યવાહી કરવાની માગણી સાથે પરેશભારથી કેશુભારથી ગોસાઇ નામના આસામીએ બીજી વખત દેશના વડાપ્રધાન જોગની અરજી પાઠવી છે. તે અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ટ્રસ્ટી પરિવારના સભ્યોને જે જમીન ફાળવવા માટે તજવીજ થઇ રહી છે તે લેન્ડ ગ્રેબિંગ ગણી શકાય તેમ છે.


આ અરજી મુજબ જગ્યાની ફાળવણીમાં ગેરરીતી થઇ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. એક વ્યકિત ગુજરાતમાં જુદા જુદા રાજકીય વ્યકિતઓ સાથે સબંધ હોવાના કારણે પગલા ભરવામાં વિલંબ કરાતો હોવાની પણ રજુઆતમાં જાણ કરાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News