ચૂંટણીપંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અવિજીત મિશ્રા દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
ઓબ્ઝર્વરશ્રીએ વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, મીડિયા મોનીટરીંગ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની માહિતી મેળવી
જામનગર તા.૧૩ એપ્રિલ, ચૂંટણી પંચ દ્વારા જામનગર ખાતે નીમવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વર શ્રીઅવિજીત મિશ્રાએ કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સમીક્ષા કરી હતી.
બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી જામનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર દીઠ હાથ ધરવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. જેમાં લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભામાં કાર્યરત વી.એચ.સી., વી.વી.સી., વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, મીડિયા મોનીટરીંગ, પોલીસ ટીમ વગેરેની માહિતી ખર્ચ મોનીટરીંગ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદનો નિકાલ લાવવા ઑબ્ઝર્વર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌએ જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવવા ઑબ્ઝર્વરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા કરી વિવિધ ટીમના ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઝીલ પટેલ. MCCના નોડલ અધિકારીશ્રી શારદા કાથડ તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના નોડલ ઓફિસરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech