બાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ

  • November 19, 2024 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ

જામનગર જિલ્લાના દરેક નાગરીકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન)નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, મરચા, રીંગણ, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, કારેલા, દુધી, કાકડી, મેથી, ધાણા, વગેરેનુ વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા ૫ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય તથા ઓર્ગેનિક ખાતર રૂપિયા ૧૦ પ્રતિ પેકેટના ટોકન ભાવે વિતરણ કરવામા આવે છે.રસ ધરાવતા નાગરીકોએ કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોનનં. (૦૨૮૮)૨૫૭૧૫૬૫) ખાતે રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયાત નિયામક જામનગર દ્વારા જણાવવામા આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application