દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ.૧૦નું ૭૯.૯૦ ટકા પરિણામ

  • May 11, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ.૧૦નું ૭૯.૯૦ ટકા પરિણામ


વર્ષ ૨૦૨૩ના પરિણામની સાપેક્ષમાં વર્ષ ૨૦૨૪માં ધોરણ ૧૦ના પરિણામમાં ૧૨.૬૧ ટકાનો વધારો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું આજરોજ (તા. ૧૧/૦૫/૨૦૨૪) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ધોરણ-૧૦માં જિલ્લાનાં કુલ ૬૬૭૩ નિયમિત છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી  ૫૩૩૨ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં  A1 - ૧૩૭, A2 - ૮૧૬, B1 - ૧૨૩૭, B2 -૧૪૮૮ , C1 - ૧૧૬૧, C2 - ૪૬૯ તેમજ D - ૨૪ વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.  

જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ ૧થી વધીને ૧૯ થઈ છે. ૯૦ ટકા ઉપર પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૫૮ તેમજ ૮૦ ટકા ઉપર પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૯૨ નોંધાઈ છે. જ્યારે ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વર્ષ ૨૦૨૩ની સાપેક્ષમાં ૧૭ માંથી ઘટી ૫ જોવા મળી છે.

કેન્દ્ર વાઈઝ પરિણામ જોઈએ તો ખંભાળિયા કેન્દ્રનું ૭૮.૪૮ ટકા, ભાણવડ કેન્દ્રનું ૭૮.૯૩ ટકા, દ્વારકા કેન્દ્રનું ૬૩.૬૫ ટકા, રાવલ કેન્દ્રનું ૮૮.૭૫ ટકા, મીઠાપુર કેન્દ્રનું ૭૭.૧૯ ટકા, ભાટિયા કેન્દ્રનું ૮૩.૧૯ ટકા, કલ્યાણપુર કેન્દ્રનું ૮૯.૭૫ ટકા અને નંદાણા કેન્દ્રનું ૯૩.૯૧ ટકા પરિણામ આવ્યું છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં જિલ્લામાં ધોરણ ૧૦નું પરિણામ ૬૭.૨૯ ટકા નોંધાયું હતું. વર્ષ ૨૦૨૩ની સાપેક્ષમાં પરિણામમાં ૧૨.૬૧ ટકાનો વધારો થયો છે.

ઉતીર્ણ થયેલા તમામ છાત્રોને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application