મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા જ રાજકારણ વધુ ગરમાયું હતું. એક પછી એક રોકડ કૌભાંડના કિસ્સા પ્રકાશમાં આવ્યા. પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો. એ પછી શરદ પવારના પૌત્ર રોહિતની કંપનીનો એક અધિકારી નોટો વહેંચતા ઝડપાયો હતો. આ અંધાધૂંધી હજુ શમી નહોતી ત્યારે વધુ એક રોકડ કૌભાંડ પ્રકાશમાં આવ્યું. ગોરેગાંવ પૂર્વ દિંડોશી વિધાનસભાથી એકનાથ શિંદે જૂથના ઉમેદવાર સંજય નિરુપમની ઈનોવા કારમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઈનોવા કાર મંત્રી પાર્ક સોસાયટીની સામે પાર્ક કરવામાં આવી હતી, જેમાંથી પૈસા મળી આવ્યા છે. પોલીસ કાર કબજે કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આ કાર પર શિંદે જૂથના નેતાનું સ્ટીકર હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વાહનમાંથી મળી આવેલા રૂપિયા કોના હતા અને ચૂંટણી પહેલા આ રકમ કયા હેતુ માટે રાખવામાં આવી હતી.
વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ
આ પહેલા ગઈકાલે વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો. આ બાબતે ભારે હોબાળો થયો હતો. હુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તાવડે પર 5 કરોડ રૂપિયા લાવીને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. જોકે, વિનોદ તાવડેએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, સીસીટીવીની તપાસ કરવી જોઈએ, ત્યારબાદ સત્ય બધાની સામે આવશે. તેમણે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક યોજાવાની હતી. આથી તેઓ આ બેઠકમાં આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન સીલ કરવાની પદ્ધતિ વગેરે સમજાવવા આવ્યા હતા.
રોહિત પવારની કંપનીના અધિકારીઓ ઝડપાયા
શરદ પવારના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રોના એક અધિકારી મોહિતેને પૈસા વહેંચતા ઝડપ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહિત સતારા કર્જત જામખેડ વિધાનસભામાં મતદારોને આકર્ષવા માટે નોટો વહેંચી રહ્યા હતા. આ દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. પોલીસે મોહિત પાસેથી એક યાદી પણ મેળવી લીધી છે. આ યાદીમાં અત્યાર સુધી કેટલા લોકોને પૈસા આપવામાં આવ્યા છે અને કેટલા લોકોને આપવાના છે તેની સંપૂર્ણ માહિતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુપીમાં હરિહર મંદિરના દાવા બાદ સંભલ જામા મસ્જિદનો તાકીદે સર્વે
November 20, 2024 10:57 AMઆચારસંહિતાના ભંગ બદલ વધુમાં વધુ કેટલી સજા મળે છે? જાણો નિયમો
November 20, 2024 10:49 AMયુપી પેટાચૂંટણી: મતદાન શરૂ થતાં જ હંગામો, મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાના આક્ષેપ
November 20, 2024 10:45 AMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધાએ જીવતર ટુકાવ્યું
November 20, 2024 10:38 AMજાણવા જેવું: ચૂંટણી વખતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયા ક્યાં જાય છે?
November 20, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech