જામનગર કલેક્ટર કચેરીના પટાંગણમાં મતદાન જાગૃતિનો સંદેશ આપતી આકર્ષક રંગોળી
લોકોમાં મતદાન કરવા પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી તંત્ર દ્વારા પ્રયત્નો
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ ૨૦૨૬ને ધ્યાને લઈને લોકોમાં મતદાન કરવા પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી તંત્ર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત જામનગર જિલ્લા સેવા સદન ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ એક્ટિવિટી હેઠળ આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી દ્વારા મારો મત મારી શક્તિ સંદેશ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા તમામ મતદારોને આવનારી ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહીને વધુ મજબૂત બનાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application